Munawwar Rana : બેબાક અંદાજ માટે જાણીતા હતા લોકપ્રિય ઉર્દૂ શાયર મુનવ્વર રાણા, આજે કરાશે સુપુર્દ-એ-ખાક
લોકપ્રિય ઉર્દૂ શાયર અને પોતાના બેબાક અંદાજ માટે જાણીતા મુનવ્વર રાણાનું (Munawwar Rana) રવિવારે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. 71 વર્ષીય શાયર મુનવ્વર રાણાએ લખનૌના પીજીઆઈમાં (PGI) અંતિમ શ્વાસ લીધા હતા. મુનવ્વર રાણા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આથી તેમણે PGI હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા.
મુનવ્વર રાણાની (Munawwar Rana) દીકરી સુમૈયા રાણાએ (Sumaiya Rana) એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, તેમના પિતાનું લખનૌના (Lucknow) પીજીઆઈ હોસ્પિટલમાં અવસાન થયું છે અને સોમવારે તેમને સુપુર્દ-એ- ખાખ (અંતિમ સંસ્કાર) કરવામાં આવશે. મુનવ્વર રાણાના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની, 4 દીકરી અને એક દીકરો છે. મુનવ્વર રાણાનો જન્મ 26 નવેમ્બર, 1952ના રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં થયો હતો. વર્ષ 2014માં તેમના દ્વારા લખેલી કવિતા 'શાહદાબા' (Shahdaba) માટે તેમને સાહિત્ય એકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે, મુનવ્વર રાણાએ આ એવોર્ડ સરકારને પરત કરી દીધો હતો.
છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ
મુનવ્વર રાણાના (Munawwar Rana) દીકરા તબરેજે આ અંગે જણાવ્યું હતું કે, બીમારીના કારણે છેલ્લા 15 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. પહેલા તેમને લખનૌના મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં, રવિવારે રાતે લગભગ 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુનવ્વર રાણાની તબિયત એટલી હદે બગડી હતી કે તેમણે વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સપા નેતા અને દીકરી સુમૈયાએ જણાવ્યું કે, તેમના પિતાની તબિયત છેલ્લા 2-3 દિવસ દરમિયાન ખૂબ જ ગંભીર બની હતી. ડાયલિસિસ દરમિયાન તેમના પેટમાં જોરદાર દુ:ખાવો થયો હતો. તેમના ગૉલ બ્લેડરમાં તકલીફ હતી. આથી, સર્જરી કરવી પડી હતી. તબિયતમાં સુધારો ન થતા તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
પ્રખ્યાત કવિતાઓમાં 'મા'નો સમાવેશ
ઉર્દૂમાં મુનવ્વર રાણાનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે પોતાની ગઝલો અને કવિતાઓથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. તેઓ તેમના લખાણોમાં અવારનવાર હિન્દી અને અવધી શબ્દોનો ઉપયોગ કરતા હતા, જે ભારતીય પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવતા હતા. તેમની સૌથી પ્રખ્યાત કવિતાઓમાં 'મા' કવિતાનો સમાવેશ થાય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ કવિતામાં તેણે માતાના ગુણોનું વર્ણન કર્યું છે.
આ પણ વાંચો - કોણ છે RADHIKA MERCHANT ? જે બનવા જઈ રહી છે અંબાણી પરિવારની સૌથી નાની વહુ