Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : થાણેમાં ચોંકાવનારી ઘટના, પુત્રએ પિતાની કારને બે વાર ટક્કર મારી

બદલાપુરમાં SUVની દહેશત પરિવાર વચ્ચે જીવલેણ ઝઘડો કૌટુંબિક ઝઘડામાં ફેરવાઈ SUVની ટક્કર Mumbai : થાણે જિલ્લાના બદલાપુર (Badlapur) માં મંગળવારે 4 વર્ષની બે નર્સરીમાં જતી છોકરીઓના શોષણના મામલે મોટી સંખ્યામાં લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ દરમિયાન માત્ર 6...
mumbai   થાણેમાં ચોંકાવનારી ઘટના  પુત્રએ પિતાની કારને બે વાર ટક્કર મારી
Advertisement
  • બદલાપુરમાં SUVની દહેશત
  • પરિવાર વચ્ચે જીવલેણ ઝઘડો
  • કૌટુંબિક ઝઘડામાં ફેરવાઈ SUVની ટક્કર

Mumbai : થાણે જિલ્લાના બદલાપુર (Badlapur) માં મંગળવારે 4 વર્ષની બે નર્સરીમાં જતી છોકરીઓના શોષણના મામલે મોટી સંખ્યામાં લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ દરમિયાન માત્ર 6 કિમી દૂર એક અન્ય ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં, એક કાળા રંગની ટાટા હેરિયર એસયુવી કાર (Tata Harrier SUV Car) ને ખતરનાક રીતે ટક્કર મારે છે અને એક વ્યક્તિને તેની સાથે લાંબા અંતર સુધી ખેંચાતા જોઈ શકાય છે. હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ખતરનાક ઘટના

અંબરનાથ શહેરના ચિખલોલી વિસ્તારના સ્ટેટ હાઈવે પર આ કાર તબાહી મચાવતી જોવા મળી હતી. કાળા રંગની SUVના ડ્રાઈવરે પહેલી ટક્કર સફેદ ફોર્ચ્યુનર કાર સાથે મારી, જેમાંથી બહાર નીકળેલા લોકોને તે કાર સાથે કચડી નાખવાના પ્રયાસમાં હતો. એક વ્યક્તિને કારના બોનેટ પર ઘણાં મીટર સુધી ખેંચી ગયો હતો અને ત્યારબાદ યુ-ટર્ન લઈને ફરીથી સફેદ કારને ટક્કર મારી હતી. આ સફેદ કારમાં એક મહિલા અને બાળકો હતા, અને આ ઘટનામાં બાઇક ચાલક પણ ઘાયલ થયો હતો.

Advertisement

Advertisement

પરિવારિક ઝઘડાનો ચોંકાવનારો ખુલાસો

આ ઘટનાના વીડિયો વાયરલ થતાં, લોકોમાં હિટ એન્ડ રનનો આ સંદેહ ઉઠ્યો, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ કાળા રંગની કારમાં મુસાફરી કરનાર વ્યક્તિ, સતીશ શર્મા, તેના જ પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવા ઇચ્છતો હતો. ફોર્ચ્યુનર કારમાં સતીશના પિતા બિંદેશ્વર શર્મા, પુત્રવધૂ, પૌત્ર, અને પરિવારના અન્ય સભ્યો હતા, જે મુંબઈના કોલાબા સ્થિત તેમના ઘરે જઈ રહ્યા હતા.

ઘરેલું વિવાદથી સર્જાયેલી વિકટ સ્થિતિ

ઘરમાં ઝઘડો થયો અને સતીશ શર્માને એ વાત પસંદ ન હતી કે તેના પિતા તેના પરિવાર સાથે કોલાબા જતા હતા, તેથી ગુસ્સામાં તેણે પોતાના પરિવારની કારની પાછળ જઈને કલ્યાણ-બદલાપુર સ્ટેટ હાઈવે પર પિતાની કારને ટક્કર મારી હતી. આ જીવલેણ પગલાથી બે રાહદારીઓ ઘાયલ થયા હતા. અથડાતી વખતે સતીશ એક વ્યક્તિને ઘણા મીટર સુધી ખેંચી ગયો અને યુ-ટર્ન લઈને પરત ફરતી વખતે તેણે ફરીથી તેના પિતાની સફેદ કારને ટક્કર મારી હતી. આ પછી કેટલાક લોકો કાળી કાર પર પથ્થરમારો કરીને તેને તોડતા પણ જોવા મળ્યા હતા. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થાણે જિલ્લા પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને કેસ નોંધવામાં આવ્યો અને તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:  Kannauj Rape Case માં ચોંકાવનારો ખુલાસો, નવાબ સિંહ અને પીડિતાની કાકી વચ્ચે હતા શારીરિક સંબંધો

Tags :
Advertisement

Trending News

.

×