Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai Rain: મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

Mumbai Rain: મુંબઈમાં વહેલી સવારથી વરસાદ (Mumbai Rain)વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ની...
mumbai rain  મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી  ઠેર ઠેર ભરાયા પાણી

Mumbai Rain: મુંબઈમાં વહેલી સવારથી વરસાદ (Mumbai Rain)વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું (Monsoon) બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

નવી મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

મુંબઈના લોકોને ટૂંક સમયમાં આકરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં ચોમાસું આવી ગયું છે અને આગામી 4 થી 5 દિવસમાં મુંબઈમાં પણ ચોમાસું બેસી જવાની શક્યતા છે. નવી મુંબઈમાં છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સુન વરસાદ પડી રહ્યો છે પરંતુ મુંબઈગરાઓને હજુ પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઈનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 60 ટકા અને રાત્રે 68 ટકા નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.

Advertisement

Advertisement

ગોવામાં ચોમાસું બેસી ગયું છે

મળતી માહિતી અનુસાર ગોવામાં ચોમાસું બેસી ગયું છે. જો સ્થિતિ અનુકુળ રહેશે તો આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મુંબઈમાં આવી જશે. રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોન્સુન વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ  વાંચો - Chandrababu : સરકારને સમર્થન આપવા આ 10 મંત્રાલયો માંગી શકે

આ પણ  વાંચો - PM MODI : પરિણામ બાદ PM મોદીનું અનોખુ અભિયાન,આ Parkમાંથી કરી શરૂઆત

આ પણ  વાંચો - “હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું”, ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન…

Tags :
Advertisement

.