Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai Hit And Run: પૂરપાટે આવતી BMW Car એ દંપતીને અડફેટે લીધું, મહિલા 100 મીટર સુધી ઘસડાઈ

Mumbai Hit And Run: Mumbai માં વધુ એકવાર ભયાવહ Hit And Run નો કેસ સામે આવ્યો છે. આ વખતે એક BMW Car ચલાવનાર વ્યક્તિએ ગંભીરતા પૂર્વક એક Activa ચલાવનારને અડફેટે લીધા હતાં. તો મહિલાનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જોકે...
04:40 PM Jul 07, 2024 IST | Aviraj Bagda
Shinde Sena leader detained after son's BMW rams couple on bike in Mumbai, killing woman

Mumbai Hit And Run: Mumbai માં વધુ એકવાર ભયાવહ Hit And Run નો કેસ સામે આવ્યો છે. આ વખતે એક BMW Car ચલાવનાર વ્યક્તિએ ગંભીરતા પૂર્વક એક Activa ચલાવનારને અડફેટે લીધા હતાં. તો મહિલાનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જોકે આ Activa માં પતિ-પત્ની સવાર હતાં. જ્યારે તેઓ વરલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે પૂરપાટે આવી રહેલી BMW Car એ તેમને ટક્કટ મારી હતી.

તો આ સંપૂર્ણ મામલો Mumbai માં આવેલા વરલી વિસ્તારમાં બનેલો હતો. તો BMW Car એ જે લોકોને ટક્કટ મારી હતી, તેમનું નામ પ્રદી નાખ્વા અને કાવેરી નાખ્વા છે. તેઓ વેહલી સવારે માછલી લેવા માટે વરલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતાં. જોકે આ અકસ્માતમાં કાવેરી નાખ્વા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. તો તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

BMW Car ને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો

જ્યારે તેમના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વરલી પોલીસના જણાવ્યા અનુસાર, પાછળથી સ્કૂટી સવાર દંપતીને ટક્કર મારનાર BMW Car ને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. તેમના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે રાજેશ શાહને કસ્ટડીમાં લીધા છે.

કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે

વરલી પોલીસે વધુમાં જણાવ્યું કે, શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર પૂરપાટે BMW Car ચલાવી રહ્યો હતો અને તેણે પાછળથી સ્કૂટર સવાર માછીમાર દંપતીને ટક્કર મારી હતી. ત્યારે દંપતી BMW Car ના બોનેટ પર પછડાયા હતાં. તો પ્રદીપ નાખ્વા તો BMW Car ના બોનેટ પરથી કૂદી ગયા હતાં. પરંતુ કાવેરી નાખ્વાને BMW Car એ 100 મીટર સુધી ગંભીર રીતે ઘસેડી હતી. અને અંતે કાવેરી નાખ્વા BMW Car માંથી નીચે પડી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે Mumbai માં જે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે.

આ પણ વાંચો: Jharkhand: દેવઘરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા

Tags :
AccidentbmwBMW AccidentBMW crasheknath shindeGujarat Firsthit and runmihir shahMUMBAIMumbai AccidentMumbai hit and run caseMumbai latest newsMumbai NewsMumbai news liveMumbai news todayMumbai PoliceShiv Sena leadershiva senaworliworli accident todayworli bmw accident
Next Article