Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai: ડોમ્બિવલીમાં બહુમાળી ઇમારતમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ...

Mumbai: મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મુંબઈમાં ડોમ્બિવલી લોઢા ફેઝ 2 ખોના એસ્ટ્રેલા ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ભીષણ આગમાં બિલ્ડીંગના પાંચથી છ માળની ગેલેરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, આગને કાબુ મેળવવા માટે...
03:42 PM Jan 13, 2024 IST | VIMAL PRAJAPATI
Mumbai

Mumbai: મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મુંબઈમાં ડોમ્બિવલી લોઢા ફેઝ 2 ખોના એસ્ટ્રેલા ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ભીષણ આગમાં બિલ્ડીંગના પાંચથી છ માળની ગેલેરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, આગને કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ હાજર થઈ ગઈ અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ

ઉલ્લેખનીય છે કે, શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોવાની જાણકારી સામે આવી રહી છે, જેથી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. વિગતો પ્રમાણે આ ઇમારત આવેલા ખોની પલાવાના ડાઉનટાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. આગ સાતમા માળે લાગી હતી અને પછી ઝડપથી ઉપરના માળો પર ફેલાઈ ગઈ હતી.

સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી

સદભાગ્યે આ બિલ્ડીંગના ત્રીજા માળ સુધી લોકો રહેતા હતા જેથી આગ લાગવાના થોડા જ સમય બાદ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ભીષણ આગમાં કોઈ જાન હાની થઈ નથી. અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: શું સીમા હૈદર અયોધ્યા જશે? જાણો શું કહ્યું સીમાએ..

ત્રીજા માળ સુધી જ રહેતા હતા લોકો

અત્યારે મળતી વિગતો પ્રમાણે, શોર્ટ સર્ટિકના કારણે આગ લાગી અને પછી ઝડપથી આગ ઉપરના માળો પર ફેલાઈ ગઈ હતી. જો કે, ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથે બિલ્ડીંગમાં ત્રીજા માળ સુધી જ લોકો રહેતા હોવાથી સદ્ભાગ્યે જાનહાની પણ ટળી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
breaking newsGujarati NewsMaharashraMumbai Newsnational news
Next Article