Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કરી આ મોટી જાહેરાત

રિલાયન્સ AGM 2024: Mukesh Ambaniની મહત્ત્વપૂર્ણ જાહેરાત રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું સપ્ટેમ્બરમાં કંપની કરી શકે છે 1 શેર...
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કરી આ મોટી જાહેરાત
  • રિલાયન્સ AGM 2024: Mukesh Ambaniની મહત્ત્વપૂર્ણ જાહેરાત
  • રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ
  • કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું
  • સપ્ટેમ્બરમાં કંપની કરી શકે છે 1 શેર સાથે 1 બોનસ શેર આપવાના જાહેરાત

Reliance AGM 2024 : આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 47મી વાર્ષિક સામાન્ય સભા (AGM) શરૂ થઈ ગઈ છે, જેનું આયોજન દેશની સૌથી મોટી કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કરાવ્યું છે. આ બેઠકમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી, 35 લાખથી વધુ શેરધારકોને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત કરી રહ્યા છે. આ બેઠક રિલાયન્સ અને તેના શેરધારકો બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં કંપનીની ભાવિ વૃદ્ધિ યોજનાઓ સાથે જ Jioના IPO વિશે કેટલીક મોટી જાહેરાતો અપેક્ષિત છે.

Advertisement

સપ્ટેમ્બરમાં થઇ શકે છે મોટી જાહેરાત

શેરધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી શકે છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) એ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કોન્સોલિડેટેડ ટર્નઓવર 10,00,122 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ સાથે, રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ છે. ગયા 3 વર્ષોમાં, રિલાયન્સે કુલ રૂ. 5.28 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

Advertisement

Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ 2.2 લાખ કરોડ પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી મોટા રોજગારદાતાઓની યાદીમાં યથાવત છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું, જેને કારણે ટોટલ કર્મચારીઓની સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ વધીને રૂ. 2.2 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ તમામ માપદંડો અને જાહેરાતો કંપનીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તે shareholders માટે મોટું મહત્વ ધરાવે છે.

ભારત હવે વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ

આજે ભારત વૈશ્વિક ડેટા માર્કેટમાં અગ્રણી તરીકે જોવા મળી રહ્યું છે. 2016માં શરૂ થયેલા વૈશ્વિક મોબાઈલ ટ્રાફિકમાં Reliance Jioનો હિસ્સો વધીને 8 ટકા થઈ ગયો છે. Jioની ડેટા કિંમત વૈશ્વિક સરેરાશની માત્ર 1/4 છે. માત્ર 8 વર્ષમાં જ Jio દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની તરીકે ઉભરી ગઈ છે, જેનાં કુલ 490 મિલિયન ગ્રાહકો છે. Mukesh Ambani અનુસાર, Jioના દરેક ગ્રાહક દર મહિને સરેરાશ 30 GB ડેટાનો ઉપયોગ કરે છે.

Advertisement

Jio ડિજિટલ હોમ સર્વિસ પ્રોવાઈડર તરીકે અગ્રણી

Jioને હોમ ગ્રાહકોની સંખ્યા 30 મિલિયનની નજીક પહોંચતા, દુનિયાની સૌથી મોટી ડિજિટલ હોમ સર્વિસ પ્રોવાઈડર કંપની બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. Mukesh Ambaniના જણાવ્યા અનુસાર, Jioમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે. મુકેશ અંબાણીએ તમામ Jio ગ્રાહકોનો આભાર માન્યો છે.

Jio 5G અને એર ફાઈબરની નવી ઉપલબ્ધતાઓ

Jio વિશ્વના સૌથી અદ્યતન 5G નેટવર્કમાં સામેલ થયું છે. છેલ્લા 2 વર્ષમાં 13 કરોડથી વધુ ગ્રાહકો Jio 5G સાથે જોડાયા છે. સાથે જ, 100 દિવસમાં જ 10 લાખથી વધુ ગ્રાહકો Jio Air Fiberને અપનાવી ચુક્યા છે. Mukesh Ambani એ જણાવ્યું કે Jio દર મહિને 10 લાખ ઘરોમાં એર ફાઈબર પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. જો Jio આ ઝડપે વિકાસ કરે છે, તો તે જલ્દી 10 કરોડ ઘરોમાં હોમ બ્રોડબેન્ડ પહોંચાડી શકશે.

આ પણ વાંચો:  Disney Reliance Merger: Disney Hotstar અને જિયો સિનેમાનું મર્જર જોખમમાં!

Tags :
Advertisement

.