ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mohan Bhagwat : પહલગામ હુમલા વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

પહલગામ હુમલા વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન રાજા કા ધર્મ, અપની પ્રજા કી રક્ષા કરનાઃ મોહન ભાગવત રાજા અપના કર્મ કરેગા, વહી ઉસકા ધર્મઃ મોહન ભાગવત હમ કભી પડોસિયોં કો કષ્ટ નહીં પહુંચાતેઃ મોહન ભાગવત કુછ ઐસે બિગડે...
06:49 PM Apr 26, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Mohan bhagwat

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)  બાદ દેશ પાકિસ્તાન વિરૂદ્ધ રોષમાં છે. આ મામલે RSS પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat)પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.'

રાજા પોતાનું કામ કરશે: મોહન ભાગવત

ભાગવતે કહ્યું કે, 'અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર ચાલે તો રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે. રાજા પોતાનું કામ કરશે.'

આ પણ  વાંચો -Jharkhand ATS raid: ATS એ એક મહિલા સહિત ચાર આતંકીને ઝડપ્યા

ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ

વધુમાં કહ્યું કે, 'આ હુમલો એ યાદ અપાવે છે કે આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. લોકોની તેમનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે. આ આપણો સ્વભાવ નથી. દ્વેષ અને દુશ્મનાવટ આપણી સંસ્કૃતિમાં નથી, પરંતુ ચૂપચાપ સહન કરવું પણ આપણી સંસ્કૃતિ નથી. આપણા હૃદયમાં પીડા-દુઃખ છે. આપણે ગુસ્સામાં છીએ. આ દુષ્ટ પાપીઓને ખતમ કરવા માટે આપણે આપણી તાકાત બતાવવી પડશે.'

આ પણ  વાંચો -Pahalgam Terror Attack : સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો - MIB

રાવણનું આપ્યું ઉદાહરણ

આગળ ભાગવતે કહ્યું કે, 'રાવણનો પણ વધ કરવામાં આવ્યો હતો. કારણકે, તેણે પોતાનું મન બદલવાનો ઈનકાર કર્યો હતો. કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. ભગવાન રામે તેને સુધરવાની તક આપી હતી, પરંતુ તે સુધર્યા નહીં, અને તેમનો વધ કરવામાં આવ્યો.'

તાકાત બતાવવી જરૂરી

અમને મજબૂત કાર્યવાહીની અપેક્ષા છે. ખરેખર એક સાચા અહિંસક વ્યક્તિએ મજબૂત બનવું પડશે. જો તાકાત નહીં બતાવી તો તેઓ તેનો ફાયદો ઉઠાવશે. આપણે આપણી તાકાત બતાવવી પડશે અને તેમને પાઠ ભણાવવો પડશે.

Tags :
caste-free scripturesDharmaglobal challengesHindu societyHinduismIndian philosophyMohan Bhagwatnational discourseNon-Violencepahalgam attackpahalgam terror attackpunishing oppressorsreligious interpretationRSSShastrarth traditionthird path