આનંદો! CAPF ની પરીક્ષા ગુજરાતી સહિત 13 ભાષામાં આપી શકાશે
મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ગુજરાતી સહિત અન્ય 13 ભાષાઓમાં આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે CAPF માટે હિંદી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરસ ડ્યૂટી) પરીક્ષાનું આયોજન કરવાની મંજુરી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પહેલ પર CAPF માં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જે જાન્યુઆરી 2024થી લાગૂ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારી આપતા જણાવ્યું કે, એક ઐતિહાસિક નિર્ણયમાં ગૃહ મંત્રાલયે 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ કોન્સ્ટેબલ (GD) CAPF પરીક્ષા આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. આ CAPF માં સ્થાનિક યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપશે. નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાદેશિક ભાષાઓના વિકાસ અને પ્રોત્સાહન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કોન્સ્ટેબલ (GD), સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી આયોજીત થતી મહત્વની પરીક્ષાઓમાંની એક છે. જેમાં દેશમાંથી લાખ્ખોની સંખ્યામાં ઉમેદવારો ભાગ લે છે. હિંદી અને અંગ્રેજી સિવાય દેશની 13 પ્રાદેશિક ભાષામાં આ પરિક્ષાઓ આયોજીત કરવાનો નિર્ણય 1લી જાન્યુઆરી 2024થી લાગૂ થશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નિર્ણયથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સ્થાનિક યુવાનોને પોતાની માતૃભાષમાં પરિક્ષા આપવા પ્રોત્સાહિત કરશે.
આ 13 ભાષાઓમાં લેવાશે પરિક્ષા
અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયામલ, કન્નડ, તમિલ, તેલુગૂ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી, કોંકણી.
તમિલનાડૂ, તેલંગણા અને કર્ણાટરના નેતાઓ દ્વારા પરીક્ષા માત્ર હિંદી અને અંગ્રેજીમાં આયોજીત કરવા પર વાંધો વ્યક્ત કર્યાંના થોડાં દિવસો બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
ભરતી પરીક્ષામાં શું હતો વિવાદ?
કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં 9,212 ખાલી જગ્યાઓમાંથી, 579 ખાલી જગ્યાઓ તમિલનાડુમાંથી ભરવાની છે, જેના માટે પરીક્ષા 12 કેન્દ્રો પર આયોજિત થવાની છે. આ સિવાય 100 માંથી 25 પોઈન્ટ હિંદીમાં પ્રાથમિક સમજ માટે રાખવામાં આવ્યો છે જેનો ફાયદો હિંદી ભાષી ઉમેદવારોને મળશે.
આ પણ વાંચો : યુવરાજસિંહે આખરે શું કહ્યું..વાંચો વિગતવાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.