Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગએ આપી ચેતવણી

WEATHER UPDATE : ભારતમાં હાલ વર્ષાઋતુ પુરજોશમાં ચાલી રહી છે. દેશના વિવિધ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે ગુજરાતના (GUJARAT) ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત (GUJARAT) સહિત મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની સ્થિતિ આપણને...
ગુજરાત  મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગએ આપી ચેતવણી
Advertisement

WEATHER UPDATE : ભારતમાં હાલ વર્ષાઋતુ પુરજોશમાં ચાલી રહી છે. દેશના વિવિધ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે ગુજરાતના (GUJARAT) ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત (GUJARAT) સહિત મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે રાજધાની દિલ્હીમાં, એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય ઘણા ગુમ વિદ્યાર્થીઓની શોધ ચાલી રહી છે. વરસાદનું સ્વરૂપ દેશમાં વધુ વિકરાળ બને તેવી સંભાવનાઓ છે. ભારતીય હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

હવામાન વિભાગની આગાહીના અનુસાર, ગુજરાત (GUJARAT) સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ભારતના રાજ્યોમાં આજે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે. વધુમાં ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, આજે ઓડિશાના 14 થી વધુ જિલ્લાઓમાં ભારે પડી શકે છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં પણ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

Advertisement

GUJARAT માં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે ગુજરાતના (GUJARAT) ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં આવી પરિસ્થતિ એટલે માટે સર્જાઈ છે કેમ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 2460.3 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે પૂરનો ભોગ બનેલા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે.

Advertisement

આ પણ વાંચો : DELHI : ઓલ્ડ રાજેન્દ્રનગરની ઘટના અંગે હવે મેયર ભડક્યા, આપી દીધા આ કડક આદેશ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM મોદી 13 જાન્યુઆરીએ કાશ્મીરના પ્રવાસે, સોનમર્ગ ટનલનું કરશે ઉદ્ઘાટન

featured-img
રાષ્ટ્રીય

મણિપુરમાં શાંતિ માટે CM બીરેન સિંહની પહેલ, નાગા સમુદાયના ધાર્મિક નેતાઓને કરી અપીલ

featured-img
રાષ્ટ્રીય

મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
રાષ્ટ્રીય

ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ

featured-img
રાષ્ટ્રીય

100 વિદ્યાર્થીનીઓના શર્ટ કઢાવી નાખ્યા, માત્ર બ્લેઝર પહેરાવીને ઘરે મોકલાઇ

.

×