Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Medicine Rate : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ 41 દવાઓની કિંમતોમાં થયો ધરખમ ઘટાડો!

Medicine Rate : કેન્દ્ર સરકારે ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી સહિત અનેક બીમારીઓમાં ઉપયોગ થતી દવાઓની કિંમતોને (Medicine Rate) લઈ રાહતનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નિર્ધારીત કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ,...
10:13 PM May 16, 2024 IST | Hiren Dave

Medicine Rate : કેન્દ્ર સરકારે ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી સહિત અનેક બીમારીઓમાં ઉપયોગ થતી દવાઓની કિંમતોને (Medicine Rate) લઈ રાહતનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નિર્ધારીત કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટીબાયોટીક્સની કિંમતો નક્કી કરાઈ છે. સરકારે કિંમતો(Medicine Rate)માં ફેરફાર કરતા 41 દવાઓ સસ્તી થશે અને તમારે આ દવાઓ માટે વધુ ખર્ચ ચુકવવો નહીં પડે.

દવાઓના ભાવ ઘટાડવા NPPAની બેઠકમાં લેવાયો નિર્ણય

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NPPA)ની 143મી બેઠક યોજાઈ હતી, જેમાં દવાઓના ભાવ ઘટાડવા સહિતના નિર્ણયો લીધા બાદ ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. એનપીપીએ ભારત સરકારની રેગ્યુલેટરી એજન્સી છે અને તે દેશમાં ફાર્માસ્યુટિકલ દવાઓની કિંમતો પર નિર્ણય કરે છે.

ભારતમાં ડાબાબિટીસના 10 કરોડથી વધુ દર્દી

દેશમાં દાયાબિટીસના દર્દીઓની વાત કરીએ તો, આવા કુલ 10 કરોડ દર્દીઓ છે. આ ઉપરાંત વિશ્વભરમાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોમાં પણ ભારત આગળ છે. દેશમાં ડાયાબિટીસની બિમારી સામાન્ય બાબત બની ગઈ છે. આ બિમારીના કારણે દવાઓથી લઈને ઈન્સ્યુલિન પર નિર્ભર રહેતા પીડિત લોકોને NPPAના નિર્ણયથી રાહત મળશે.

41 દવાઓ સસ્તી થતા મળશે રાહત

સામાન્ય રીતે ઈન્ફેક્શન, એલર્જી અથવા મલ્ટીવિટામિન અને એન્ટીબાયોટિક્સ દવાઓની કિંમત વધુ હોય છે, જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ વધુ થાય છે. તેથી 41 દવાઓની કિંમતોમાં ઘટાડો થતા સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

ફેબ્રુઆરીમાં પણ દવાઓ સસ્તી કરાઈ હતી

આ પહેલા એનપીપીએએ ફેબ્રુઆરીમાં 69 દવાઓની કિંમતો ઘટાડી હતી, જેમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની દવાઓ પણ સામેલ હતી. એનપીપીએએ બીમારીઓમાં ઉપયોગ થતી 69 દવાઓના ફોર્મ્યૂલેશનની છૂટક કિંમતો નિર્ધારીત કરી હતી અને 31 ફોર્મ્યૂલેશનવાળી દવાઓની કિંમતો પર નિર્ણય લીધો હતો.

આ  પણ  વાંચો - Covishield બાદ Covaxin ની પણ સાઇડ ઇફેક્ટ્સ આવી સામે!

આ  પણ  વાંચો - Delhi : Swati Maliwal ની પહેલી પ્રતિક્રિયા આવી સામે, AAP વિશે આપ્યું આ મોટું નિવેદન…

આ  પણ  વાંચો - Rajasthan Child Accident: માતા-પિતાની ઘોર બેદરકારી આવી સામે, 3 વર્ષની બાળકીને….

Tags :
AffordabilityAntibioticsDiabetesHealthCareMedicineMedicineRateNPPAPharmaceutical
Next Article