મથુરા શ્રીકૃષ્ણની જન્મભૂમિ, ત્યાં મસ્જિદનું કંઇ જ કામ નથી: બાબા રામદેવ
- યોગગુરૂએ કહ્યું મુસ્લિમ ભાઇઓ મોટું મન રાખે
- દરેક સ્થળ નહી પરંતુ પવિત્ર સ્થળો હિંદુઓને સોંપે
- જેથી દરેક સ્થળનો વિવાદ ઉકેલી શકાય છે
Yog Guru Swami Ramdev: યોગગુરૂ સ્વામી રામદેવે મંદિર મસ્જિદ વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મથુરાને શ્રી કૃષ્ણની જન્મભૂમિ ગણાવી અને ત્યાં મસ્જિદોનું શું કામ છે તેમ પણ જણાવ્યું હતું. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, જે આપણા મોટા તીર્થ છે. જ્યાં આક્રાંતાઓએ ખુબ જ ક્રુરતા કરીએવા મોટા તીર્થ અમને સોંપી દેવા જોઇએ. આવા મોટા તીર્થ અમને સોંપી દેવા જોઇએ. જો દરેક સ્થળે વિવાદ થશે તો દેશનો ભાઇચારો ખતરામાં પડી શકે છે.
દરેક મંદિર કે મસ્જિદ પર વિવાદ ન થવો જોઇએ
સ્વામી રામદેવે કહ્યું કે, એટલા માટે દરેક સ્થળે વિવાદ ન કરવો જોઇએ. જે અમારા મોટા અને ગૌરવસ્થાળી સ્થાન છે. જેમ કે મથુરા, કાશી વિશ્વનાથ, ભગવાન ભોળાનાથની નગરી છે અને જ્ઞાનવાપી તો કોઇ મસ્જિદનું નામ પણ નહીં થઇ શકે છે. આ પોતે દર્શાવે છે કે અમારુ સનાતનનું નામ છે. બીજી મથુરા શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભુમિ છે. ત્યાં મસ્જિદનું શું કામ છે. આવા જ હિંદુ ધર્મના મોટા તીર્થ છે જ્યાં મુસ્લિમ ભાઇઓએ મોટુ મન રાખીને આગળ આવવું જોઇએ અને સોંપી દેવું જોઇએ.
આ પણ વાંચો : Ahmedabad: ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી જેમાં ફિલ્મનું શૂટ પણ કરી શકાશે
મથુરા અને કાશીમાં શું છે વિવાદ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ પર 1991 થી કેસ ચાલી રહ્યો છે. જો કે 2021 બાદ નવેસરથી મામલો આગળવ ધી રહ્યો છે. આ 5 મહિલાઓએ મંદિરની અંદર ભગવાનની મુર્તિઓ હોવાનો દાવો કર્યો અને પુજા કરવાની પરવાનગી માંગી હતી. વર્ષ 2024 ના ફેબ્રુઆરીમાં અહીં પુજા કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, આ અરજી ઉપાસના સ્થળ કાયદાનું ઉલ્લંઘન નથી કરતી.
શાહી ઇદગાહ પર પણ થઇ ચુક્યો છે દાવો
બીજી તરફ મથુરાના શાહી ઇદગાહ મસ્જિદ અંગે હિંદુ પાર્ટીઓનો દાવો થઇ રહ્યો છે કે, આ ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ પર બનાવાઇ છે. વર્ષ 2020 માં છ ભક્તોએ એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે મસ્જિદને હટાવવાની માંગ કરી. હવે આ મામલે 18 અરજીઓ છે. ઓગસ્ટ 2024 માં અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, આ અરજીઓ પણ ઉપાસના સ્થળ કાયદા 1991 ની વિરુદ્ધ નથી જતી.
આ પણ વાંચો : 'ઈન્ડિયા બ્લોક સમાપ્ત', કોંગ્રેસના નેતા પવન ખેરાએ કર્યો મોટો દાવો , કહ્યું- ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું
સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવાયો છે પ્રતિબંધ
2023 માં હાઇકોર્ટે એક કોર્ટ કમિશ્નરની નિયુક્તિ કરી હતી જે મસ્જિદ પર સર્વે કરી શકે. પરંતુ જાન્યુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટે તેના પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. જે હજી સુધી લાગુ છે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આધીન છે.
આ પણ વાંચો : આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા