G20 Summit 2023 : PM મોદી-જો બિડેન સહિત અનેક નેતાઓએ ગાંધી બાપુને આપી શ્રદ્ધાંજલિ
G20 સમિટના બીજા દિવસની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને શરૂ આત કરવામાં આવી હતી . G-20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. અહીં મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિ ગીત 'વૈષ્ણવ જન તો તેને કહીયે, જે પીડ પરાયી જાને રે...' સાંભળ્યું હતું.
આ પહેલા વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓનું ખાદીની શાલ પહેરાવી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તમામ નેતાઓને રાજઘાટ વિશે પણ માહિતી આપી હતી. સાથે જ, સાબરમતીના બેકડ્રોપ પર મહાત્મા ગાંધીની કહાની પણ જણાવી રહ્યા છે. ઋષિ સુનક પહેલી સવારે દિલ્હી અક્ષરધામ મંદિર ગયા હતા. તેઓ ત્યાંથી સીધા રાજઘાટ બાપુને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા છે. સાથે જ, જો બાઇડન પણ રાજઘાટ પહોંચી ગયા છે.
G-20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. અહીં મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિ ગીત 'વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાને રે...' સાંભળ્યું હતું. આ પહેલાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓનું ખાદીની શાલ પહેરાવી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તમામ નેતાઓને રાજઘાટ વિશે પણ માહિતી આપી હતી. સાથે જ, સાબરમતીના બેકડ્રોપ પર મહાત્મા ગાંધીની કહાની પણ જણાવી રહ્યા છે. ઋષિ સુનક વહેલી સવારે દિલ્હી અક્ષરધામ મંદિર ગયા હતા. તેઓ ત્યાંથી સીધા રાજઘાટ બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
રાજઘાટ પર મહેમાનોના આગમનનો સિલસિલો યથાવત છે
રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા ચાલુ છે. અહીં પીએમ મોદી ખાદીનો ખેસ પહેરાવીને તમામ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. આ સાથે PM મોદી સાબરમતીની પૃષ્ઠભૂમિ પર મહેમાનોને બાપુની યશગાથા વર્ણવી હતી .
સ્વાગત મંચની પૃષ્ઠભૂમિમાં નાલંદા યુનિવર્સિટીની ઝલક દેખાતી હતી
તે જ સમયે, ભારત મંડપમમાં રાષ્ટ્રપતિ દ્વારા રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્વાગત મંચની પૃષ્ઠભૂમિમાં નાલંદા યુનિવર્સિટીની ઝલક દેખાતી હતી. વડાપ્રધાન મોદી જી-20ના કેટલાક નેતાઓને યુનિવર્સિટીનું મહત્વ જણાવતા પણ જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત જી-20 નેતાઓને નાલંદા યુનિવર્સિટીનું મહત્વ સમજાવ્યું. તમને જણાવી દઈએ કે નાલંદા યુનિવર્સિટી પ્રાચીન ભારતની પ્રગતિ દર્શાવે છે.
આ પણ વાંચો -G20 SUMMIT : રાજઘાટ પર વિદેશી મહેમાનોનું આગમન, PM મોદીએ ખાદીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત