Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશી મહેમાનો વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની આવતીકાલે મુલાકાત લેશે

વિશ્વના દેશના પ્રતિનિધિઓ વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે મહેમાનોના આતિથ્ય માટે ધોળાવીરા સજ્જ બન્યું છે.G20 સમૂહના પ્રતિનિધિઓની' પ્રવાસન મીટનો સફેદ રણ ધોરડો ખાતે આરંભ થયો' છે, ત્યારે આવતીકાલે તા. 9ના વિશ્વના દેશના પ્રતિનિધિઓ વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે મહેમાનોના આતિથ્ય માટે ધોળાવીરા સજ્જ બન્યું છે.સમિટના કારણે રણમાર્ગની તો àª
વિદેશી મહેમાનો વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની આવતીકાલે મુલાકાત લેશે
વિશ્વના દેશના પ્રતિનિધિઓ વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે મહેમાનોના આતિથ્ય માટે ધોળાવીરા સજ્જ બન્યું છે.G20 સમૂહના પ્રતિનિધિઓની' પ્રવાસન મીટનો સફેદ રણ ધોરડો ખાતે આરંભ થયો' છે, ત્યારે આવતીકાલે તા. 9ના વિશ્વના દેશના પ્રતિનિધિઓ વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે મહેમાનોના આતિથ્ય માટે ધોળાવીરા સજ્જ બન્યું છે.
સમિટના કારણે રણમાર્ગની તો ભેટ મળી
તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. આ સમિટના કારણે રણમાર્ગની તો ભેટ મળી, પરંતુ જંક્શનથી સાઈટ તરફના રસ્તાની સુંદર ભેટ મળી છે. ધોળાવીરા ખાતે તા. 9ના G20 સમૂહના પ્રતિનિધિઓ' અંદાજે ત્રણથી ચાર કલાકનું રોકાણ કરશે. ધોળાવીરા આવી પહોંચ્યા બાદ' સાઈટની મુલાકાત લેશે, બાદમાં દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવશે. આ મુલાકાત સંદર્ભે હડપ્પન સાઈટ ખાતે કોન્ફરન્સ હોલ અને ભોજન માટેના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડોમમાં પ્રવેશતાં પૂર્વે કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતાં' પ્રવેશદ્વાર' બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્રતિનિધિઓને આવકારતાં વિવિધ બેનરો, સાઈનબોર્ડ લગાડવામાં આવ્યાં છે. 
વિવિધ સ્થળે ધોળાવીરા અંગેના સાઈનબોર્ડ મૂકવામાં આવ્યાં છે
ત્રણ વર્ષથી અટકેલો રોડ ટુ હેવન ડામરથી મઢવામાં આવ્યો છે ધોળાવીરા જંક્શનથી ગામમાં થઈને હડપ્પન સાઈટ તરફ જતા રસ્તાનું મજબૂતીકરણ થઈ ગયું. વિવિધ સ્થળે ધોળાવીરા અંગેના સાઈનબોર્ડ મૂકવામાં આવ્યાં છે. અત્યાર સુધી ખખડધજ રસ્તાના કારણે જંકશન સુધી આવ્યા પછી પ્રવાસીઓને સાઈટ કયાં આવી તેની પૂછપરછ કરવી પડતી હતી. પરંતુ આ કાર્યક્રમ થકી રસ્તાની માળખાંકીય સુવિધા વિકસી. 
ધોળાવીરા ગામ સ્વચ્છ અને સુઘડ બન્યું છે
આ આયોજન થકી ધોળાવીરા ગામ સ્વચ્છ અને સુઘડ બન્યું છે. ગામના બસ સ્ટેશન અને' પંચાયત કચેરીને કલરકામ કરવામાં આવ્યા હતા. ગામના રસ્તા શહેર જેવા બન્યા છે.' છેલ્લા' કેટલાક દિવસોથી વિવિધ તંત્રના અધિકારીઓની અવરજવરથી ધોળાવીરા ધમધમી ઊઠ્યું છે. G20 સમૂહના દેશના પ્રતિનિધિઓની ભારતની 40મી વિશ્વ ધરોહરને નિહાળશે તેથી' વિશ્વના ફલક ઉપર વાગડની ભૂમિમાં સચાવાયેલી 5000 વર્ષ જૂની સંસ્કૃતિને વિશ્વમાં નામના મળશે અને તેના થકી ભવિષ્યમાં પ્રવાસીઓની અવરજવર પણ વધશે, પરંતુ બેન્ક, એ.ટી.એઁમ, પેટ્રોલપંપ , રેલવે' કનેકિટવિટી, હોટેલ, બસ સ્ટેશન સહિતની સુવિધાઓ વિકસાવવાની દિશામાં કામગીરી થાય તો પ્રવાસીઓ માત્ર અમુક કલાકો જ નહીં રાત્રિ રોકાણ પણ કરશે તે એક હકીકત છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.