Manipur Violence : હિંસા બાદ પ્રવર્તી રહી છે શાંતિ, 10 હજાર જવાન તૈનાત
Manipur Violence Update: મણિપુરમાં છેલ્લા બે દિવસોથી ચાલી રહેલી હિંસા બાદ હવે રાજ્યમાં શાંતિ પ્રવર્તી રહી છે. મણિપુર હિંસામાં (Manipur Violence) જીવ ગુમાવનારાની સંખ્યા 54 થઈ છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ વચ્ચે શનિવારે અનેક વિસ્તારમાં શાંતી સ્થાઈ રહી છે. બે દિવસથી હિંસાની ચપેટમાં આવેલા ઈમ્ફાલમાં સ્થિતિ સામાન્ય બનતી દેખાઈ રહી છે. બજાર ખુલવા લાગ્યું છે અને માર્ગો પર જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.
અનેક વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત છે. આ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજ્જીજૂનું નિવેદન સામે આવ્યું છે. તેમણે હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, સરકાર તે માટે દરેક જરૂરી અને સંભવ પગલાં ભરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચુરાચંદપુરાથી વધુ ચાર લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. ચાર લોકોનું મોત પર એવા વખતે થયું જ્યારે સુરક્ષા દળ વિસ્તારમાં મેઈતી લોકોને રેસક્યૂ કરી રહ્યાં હતા. આ સિવાય ઈમ્ફાલમાં એક ટેક્સ અસિસ્ટેન્ટ લેમિનથાંગ હાઓકિપની પણ હત્યા કરી દેવામાં આવી છે. શુટિંગ ત્યારે થયું જ્યારે આદિવાસીઓને મેઈતિયોને બહાર લાવવા માટે ચાલી રહેલા રેસક્યૂ ઓપરેશનમાં વિક્ષેપ નાખવાનો પ્રયાસ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો શુક્રવારે સાંજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. એ પહેલાં મણિપુરની મહત્તમ સ્થાનોની સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થયાંના અહેવાલો સામે આવી રહ્યાં હતા.
ચાંપતો બંદોબસ્ત
મણિપુરમાં સ્થિતિ જોતા મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરવામાં આવી છે. સુરક્ષાદળ સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે. 13 હજારથી વધારે લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી બહાર લાવીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ અનેક લોકો એવા હતા જે સ્થિતિને જોતા રાતોરાત ઘરેથી ભાગવા મજબૂર થઈ ગયા છે.
અનેક લોકો એવા હતા જે હિંસા બાદ છેલ્લા બે દિવસોથી ઘરમાં બંધ હતા. આ હિંસાની ચપેટમાં આવેલા કેટલાંક લોકો પ્રમાણે આવેલા કેટલાક લોકો પ્રમાણે થોડી વખત સુધી તેમને ખ્યાલ જ નહોતો આવ્યો કે તેમની સાથે શું થઈ રહ્યું છે. બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમના ઘર પર ભીડે હુમલો કર્યો છે. આ દરમિયાન પથ્થરમારો અને ઘરોને સળગાવવાના પણ પ્રયાસો થયાં.
હિંસાનું કારણ?
આદિવાસી સમુદાય મૈતેઈને શેડ્યુલ કાસ્ટમાં સામેલ કરવાની માંગ સાથે આ મામલો જોડાયેલો છે. આદિવાસી સમુદાય મૈતેઈ સમુદાયની આ માંગનો વિરોધ કરી રહ્યો છે. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયની માંગ પર વિચાર કરીને 4 મહિનાની અંદર ભલામણ મોકલવા પણ કહ્યું છે. આ નિર્ણય બાદ કુકી (આદિવાસી સમુદાય) અને મૈતેઈ (બિન આદિવાસી સમુદાય) વચ્ચે હિંસા શરૂ થઈ.
આ પણ વાંચો : મણિપુરમાં હિંસાને ડામવા સરકારનો દેખો ત્યાં ઠારનો હુકમ