Manipur violence : બદમાશોના હુમલામાં 2 સુરક્ષાકર્મીઓ સહિત 3 ના મોત....
Manipur violence : મણિપુરમાં છેલ્લા કેટલા મહિનાઓથી હિંસાની (Manipur violence) આગ ભડકી રહી છે. અને અહીં કુકી અને મીતેઈ સમુદાઈના લોકો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેથી આ હિંસાને રોકવા માટે વિવિધ સ્થળોએ સુરક્ષા ચોકીઓ ઊભી કરવામાં આવી છે, પરંતુ હવે આ હિંસા સુરક્ષા દળોને જ તેમનો નિશાનો બનાવી રહ્યા છે. જેમાં ગત બુધવારના રોજ તેંગનોપલ જિલ્લાના મોરેહમાં બદમાશો દ્વારા પોલીસ ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલામાં 2 સુરક્ષાકર્મીઓ સહિત 3 લોકોના મોત થાય હતા. અને સાથે જ 2 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સુરક્ષા ચોકી પર આ હુમલો મણિપુર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલી કાર્યવાહી બાદ થયો છે, જેમાં કુકી સમુદાયના બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે નવેમ્બરમાં પોલીસ અધિકારી આનંદ ચોંગથમની હત્યાના મુખ્ય આરોપી ફિલિપ ખોંગસાઈની ધરપકડ કરવામાં આવી હતી.
શહીદ જવાનોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવ્યા
આ હુમલામાં સિદ્ધાર્થ થોકચોઈમ (ASI) અને કોન્સ્ટેબલ ભીમ સિંહ અને 5મી મણિપુર રાઈફલ્સના રાઈફલમેન થોકચિયોમ નાઓબિચા ઘાયલ થયા હતા. આમાં શહીદ થયેલા જવાનોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સામે વિરોધ દરમિયાન આસામ રાઇફલ્સ કાસ્પર દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યા બાદ એક કુકી મહિલાનું પણ મૃત્યુ થયું હતું.
CM સચિવાલયની સામે ઘણી મહિલાઓએ મોડી રાત્રે પ્રદર્શન કર્યું
મોરેહમાં બનેલી આ ઘટનાના વિરોધમાં મણિપુરના CM સચિવાલયની સામે ઘણી મહિલાઓએ મોડી રાત્રે પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક મીરા પાઈબી જૂથોએ ઘટનાને વખોડીને મશાલ રેલી કાઢી હતી. તેમના હાથમાં મશાલ ધરાવતા મહિલા વિરોધીઓ માલોમ, કીશમપત અને ક્વાકીથેલ વિસ્તારોમાંથી એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરતી મશાલ રેલી કાઢી હતી.
ગોળીબારમાં ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા
આ હુમલા અંગે મણિપુર પોલીસે કહ્યું હતું કે તેંગનોપલ જિલ્લાના મોરેહમાં બદમાશોએ રાજ્ય દળો પર હુમલો કર્યો હતો. જેમાં 6ઠ્ઠી મણિપુર રાઈફલ્સનો એક કર્મચારી ફરજ પર શહીદ થયો હતો, જ્યારે (Manipur violence) બદમાશો સાથેની ગોળીબારમાં ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુરએ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી
ગયા વર્ષે 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (ATSUM) એ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ રેલી ચુરાચંદપુરના તોરબાંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. મેઇતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ અથવા એસટીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે.
આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ
આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી વણસી ગઈ કે સેના અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી.
મેડિકલ ઈમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી
મોરેહ શહેરમાં બદમાશો દ્વારા કરાયેલા હુમલા બાદ મણિપુરના ગૃહ વિભાગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને મેડિકલ ઈમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી કરી છે. આ ઉપરાંત મોરેહમાં બગડતી પરિસ્થિતિને જોતા હવાઈ માર્ગે સૈનિકો અને હથિયારો મોકલવાની માંગ કરવામાં આવી છે.
મીતેઈ સમુદાયો માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે
મણિપુરમાં મીતેઈ સમુદાયની વસ્તી 53 ટકાથી વધુ છે. આ બિન-આદિવાસી સમુદાયો છે, મોટે ભાગે હિન્દુઓ. તે જ સમયે, કુકી અને નાગાની વસ્તી લગભગ 40 ટકા છે. રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં, મીતેઈ સમુદાયો માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. મણિપુરનો 90 ટકાથી વધુ વિસ્તાર પર્વતીય છે. માત્ર 10 ટકા ખીણ છે. નાગા અને કુકી સમુદાયો પહાડી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે જ્યારે મીતેઈ ખીણમાં પ્રભુત્વ ધરાવે છે.
40 ટકા વસ્તી 90 ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ
મણિપુરના કાયદા અંતર્ગત ખીણમાં સ્થાયી થયેલા મીતેઈ સમુદાયના લોકો ન તો પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે અને ન તો જમીન ખરીદી શકે છે. પરંતુ પહાડી વિસ્તારોમાં રહેતા કુકી અને નાગા આદિવાસી સમુદાયો પણ ખીણમાં સ્થાયી થઈ શકે છે અને જમીન ખરીદી શકે છે. સમગ્ર મુદ્દો એ છે કે 53 ટકાથી વધુ વસ્તી માત્ર 10 ટકા વિસ્તારમાં જ રહી શકે છે, પરંતુ 40 ટકા વસ્તી 90 ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે.
આ પણ વાંચો - Jaish ul-Adl : પાકિસ્તાનમાં ઈરાનના મિસાઈલ હુમલા પર ભારતનું નિવેદન, જાણો શું કહ્યું…