Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Manipur Riots: એકવાર ફરી Manipur થયું હિંસાનું શિકાર

Manipur Riots: Manipur માં ફરી એકવાર હિંસક માહોલ જોવા મળી રહ્યો છે. 30 ડિસે. ના બપોરે Manipur ના તેંગનોપલ જિલ્લાના મોરેહમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલીસ દળ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં Manipur પોલીસનો એક કમાન્ડો ઘાયલ થયો હતો. તે ઉપરાંત...
manipur riots  એકવાર ફરી manipur થયું હિંસાનું શિકાર

Manipur Riots: Manipur માં ફરી એકવાર હિંસક માહોલ જોવા મળી રહ્યો છે. 30 ડિસે. ના બપોરે Manipur ના તેંગનોપલ જિલ્લાના મોરેહમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલીસ દળ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં Manipur પોલીસનો એક કમાન્ડો ઘાયલ થયો હતો. તે ઉપરાંત પશ્ચિમ Imphal ના કડાંગબંદમાં કેટલાક અજાણ્યા લોકોએ ગ્રામ રક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Advertisement

એક અહેવાલ જણાવ્યા અનુસાર, Manipur Riots માં બંદૂકધારીઓએ પોલીસ કમાન્ડોને લઈ જતા વાહનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે તેઓ મોરેહથી કી લોકેશન પોઈન્ટ (KLP) તરફ આગળ વધી રહ્યા હતા. આ હુમલામાં Manipur પોલીસનો એક કમાન્ડો ઘાયલ થયો હતો. ઘાયલ કમાન્ડોની ઓળખ 5IRB ના પોંખાલુંગ તરીકે થઈ છે. આસામ રાઈફલ્સ કેમ્પમાં તેની સારવાર ચાલી રહી છે.

Manipur violence: All you need to know about the conflict in the state | Latest News India - Hindustan Times

Advertisement

આ ઘટના ત્યારે બની જ્યારે Manipur પોલીસ કમાન્ડો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મોરેહની કમાન્ડો ટીમ પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને બોમ્બ ફેંક્યા. પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારબાદ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 350 થી 400 ગોળીઓ ચલાવવામાં આવી હતી.

તે ઉપરાંત પશ્ચિમ Imphal ના કડાંગબંદમાં કેટલાક અજાણ્યા લોકોએ ગ્રામ રક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ જેમ્સબોન્ડ નિગોમ્બમ તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તે ગામની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો. તેને પહાડી પરથી આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. કડાંગબંદ કાંગપોકપી જિલ્લાની સરહદે છે. 3 મેથી અહીં હિંસાની સતત ઘટનાઓ જોવા મળી રહી છે.

Advertisement

Manipur માં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસાથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાતિય હિંસા ફાટી નીકળ્યા પછી, Manipur માં હિંસા ફાટી નીકળવાના સમાચાર દરરોજ આવતા રહે છે. તમને જણાવી દઈએ કે મેઇતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માંગને લઈને રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો: Wrestling : મેડલ પરત કરવા PMO જઈ રહેલ Vinesh Phogat ને પોલીસે અટકાવી, વાંચોઅહેવાલ

Tags :
Advertisement

.