Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાણી પરિવારમાં આવ્યો 'મંગલ ઉત્સવ' ; રિસેપ્શનમાં ઉમટ્યા VVIP ગેસ્ટ્સ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 મી જુલાઇના રોજ મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયા હતા. તેમના લગ્નના સમારોહ બાદ શુભ આશીર્વાદ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. હવે આજરોજ અનંત અને રાધિકાનું wedding reception રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનને...
અંબાણી પરિવારમાં આવ્યો  મંગલ ઉત્સવ    રિસેપ્શનમાં ઉમટ્યા vvip ગેસ્ટ્સ
Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 મી જુલાઇના રોજ મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયા હતા. તેમના લગ્નના સમારોહ બાદ શુભ આશીર્વાદ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. હવે આજરોજ અનંત અને રાધિકાનું wedding reception રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનને મંગલ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. આ ફંક્શન પણ Jio વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. આ સમારોહમાં પણ હવે vvip ગેસ્ટના આવવાની શરૂઆત થઈ ગઈ છે.

રિસેપ્શનમાં કરાઇ ખાસ સજાવટ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનના સ્થળને ખૂબ જ આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર અહીં તુલસીદાસના રામચરિતમાનસના શ્લોકો અને શ્લોકો સાથે ફૂલો અને રોશની સાથે પાંચ મોટા સ્ક્રોલ જોવા મળ્યા છે.

Advertisement

અનંત અને રાધિકાનો ફર્સ્ટ  લુક આવ્યો સામે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તેમનો રિસેપ્શનનો લુક પણ તેમના અન્ય લુકની જેમ જ ઘણો આકર્ષક છે. અનંત બ્લુ શેરવાનીમાં દેખાયા છે અને સામે રાધિકા પણ ગોલ્ડન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અનંત અને રાધિકાની જોડી અદ્ભુત લાગી રહી છે.

જેકી શ્રોફ પુત્ર ટાઈગર શ્રોફ સાથે પહોંચ્યા

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'મંગલ ઉત્સવ'માં જેકી શ્રોફ તેમના પુત્ર ટાઈગર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ટાઈગર શ્રોફ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો, જ્યારે જેકી શ્રોફ સફેદ ડ્રેસમાં જોવા મળ્યો હતો અને તેના હાથમાં ફ્લાવર પોટ પણ જોવા મળ્યો હતો. અંબાણીના ત્રણ દિવસના કાર્યક્રમમાં જેકી શ્રોફ હાથમાં ફ્લાવર પોટ લઈને પહોંચ્યા હતા.

રાજકુમાર રાવ પત્રલેખા સાથે પહોંચ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેતા રાજકુમાર રાવ પણ તેની પત્ની અને અભિનેત્રી પત્રલેખા સાથે 'મંગલ ઉત્સવ'માં પહોંચી ગયો છે. વાદળી રંગની સાડીમાં પત્રલેખા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન રાજકુમાર રાવ કાળા કપડામાં સારા લાગી રહ્યા છે.

જય શેટ્ટી તેની પત્ની સાથે પહોંચ્યા હતા

લાઈફ કોચ જય શેટ્ટી પત્ની રાધિ દેવલુકિયા સાથે અંબાણીના કાર્યક્રમમાં પહોંચ્યા છે. જય શેટ્ટી બ્લેક આઉટફિટમાં છે જ્યારે રાધી સિલ્વર ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

ગોવિદાએ પણ આપી 'મંગલ અવસર' માં હાજરી

ગોવિંદા અનંત અને રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા છે. રિસેપ્શનમાંથી તેનો ફોટો સામે આવ્યો છે, જેમાં અભિનેતા પરંપરાગત અંદાજમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો :  X ઉપર PM MODI એ સ્થાપ્યો નવો કીર્તિમાન, 100 MILLION FOLLOWERS નો આંકડો કર્યો પાર

Tags :
Advertisement

.

×