Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય અગ્નિવીર બન્યો તસ્કર, ભોપાલમાં મચાવી લૂંટ, જુઓ વીડિયો

ભોપાલમાં SS jewellers ને ભારતીય સૈનિકે લૂંટ મચાવી આ ઘટનાનો મુખ્ય આરોપી અગ્નિવીર છે 4 કલાકમાં આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી Agniveer robbed jewellery shop: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના સેવનિયા બાગ વિસ્તારમાં આવેલા એક Jewellary Shop માં તસ્કરોએ લૂંટ...
ભારતીય અગ્નિવીર બન્યો તસ્કર  ભોપાલમાં મચાવી લૂંટ  જુઓ વીડિયો
  • ભોપાલમાં SS jewellers ને ભારતીય સૈનિકે લૂંટ મચાવી

  • આ ઘટનાનો મુખ્ય આરોપી અગ્નિવીર છે

  • 4 કલાકમાં આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી

Agniveer robbed jewellery shop: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના સેવનિયા બાગ વિસ્તારમાં આવેલા એક Jewellary Shop માં તસ્કરોએ લૂંટ મચાવી હતી. પરંતુ આ મામલે ભોપાલ પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. જોકે આ Jewellary Shop માંથી આશરે 50 લાખ રૂપિયાની લૂંટ (Robbery) મચાવવામાં આવી હતી. તે ઉપરાંત આ ઘટના 13 ઓગસ્ટના રોજ ઘટી હતી. ત્યારે આજરોજ આ ઘટનાના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

ભોપાલમાં SS jewellers ને ભારતીય સૈનિકે લૂંટ મચાવી

આ ઘટના ભોપાલમાં આવેલા સેવનિયા બાગના કૃષ્ણ આર્કેટ કોલોનીમાં SS jewellers માં ઘટી હતી. 13 ઓગસ્ટના રોજ રાત્રે 10 કલાકે બે તસ્કરો હેલમેટ પહેરીને લૂંટ (Robbery) મચાવવા આવ્યા હતાં. ત્યારે તેમણે દુકાનના માલિકને પિસ્તોલ બતાવીને 7 મિનિટની અંદર ચાંદિની રાખડીઓ, વિવિધ ઘરેણા અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના Jewellary Shop માં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે Jewellary Shop ના માલિકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ઉધમપુરમાં CRPF ના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ

Advertisement

આ ઘટનાનો મુખ્ય આરોપી અગ્નિવીર છે

તો પોલીસે ફરિયાદના આધારે તપાસ શરું કરી હતી. ભોપાલ પોલીસે આ કેસની તપાસ કરવા માટે 9 ટીમોની રચના કરી હતી અને આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં સ્થાપિત 400 થી વધુ સીસીટીવી કેમેરાને સ્કેન કર્યા બાદ મેળવેલા ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. ત્યારે આ ઘટનાનો મુખ્ય આરોપી મોહિત સિંહ બઘેલ પોલીસના સકંજામાં આવ્યો હતો. પરંતુ આ વ્યક્તિ એક અગ્નિવીર છે. તે પઠાણકોટ પર ભારતીય સૈન્ય તરીકે કાર્યરત છે. પોલીસ તપાસમાં તેણે જણાવ્યું છે કે, તેના મોંઘા શોખ પૂરા કરવા માટે અને દેવું ચૂકવવા માટે આ તસ્કરી કરી હતી.

Advertisement

24 કલાકમાં આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી

આ બાબતનો ખુલાસો કરતાં પોલીસ કમિશનર હરિ નારાયણચારીએ જણાવ્યું કે પોલીસની ટીમ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિગતવાર તપાસ કર્યા બાદ 24 કલાકમાં આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી હતી. લગભગ 6 લોકોની ઓળખ કરવામાં આવી હતી. તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે બે આરોપીઓ છે, જેમના હાથમાં પિસ્તોલ હતી અને જેમણે Jewellary Shop માં લૂંટ (Robbery) ચલાવી હતી.

આ પણ વાંચો: Kolkata Rape-Murder Case માં આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાશે, CBI ને મળી મંજૂરી

Tags :
Advertisement

.