Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડોક્ટરની હત્યાના કેસમાં મમતા બેનર્જીનો ભાજપ અને કોંગ્રેસ પર વાક પ્રહાર

આરજી હોસ્પિટલ કેસ, મમતાએ CBIને આપ્યો સહકાર બંગાળી માતાને ગાળો ન આપો, મમતાનો ભાજપ પર પ્રહાર મમતા બેનર્જીએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા શાંબ્દિક પ્રહાર યોગ્ય તપાસ પછી જ ધરપકડ: મમતા Kolkata Murder Case : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા...
ડોક્ટરની હત્યાના કેસમાં મમતા બેનર્જીનો ભાજપ અને કોંગ્રેસ પર વાક પ્રહાર
  • આરજી હોસ્પિટલ કેસ, મમતાએ CBIને આપ્યો સહકાર
  • બંગાળી માતાને ગાળો ન આપો, મમતાનો ભાજપ પર પ્રહાર
  • મમતા બેનર્જીએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા શાંબ્દિક પ્રહાર
  • યોગ્ય તપાસ પછી જ ધરપકડ: મમતા

Kolkata Murder Case : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) એ બેહલામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ (BJP) અને નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, "તમે ઈચ્છો તેટલો મારી સાથે દુર્વ્યવહાર કરો, સોશિયલ મીડિયા (Social Media) પર લોકો મારી બદનક્ષીનું અભિયાન ચલાવી શકે છે, પરંતુ બંગાળી માતાને ગાળો ન આપો."

Advertisement

ઘટના સમયે હું ઝારગ્રામમાં હતી : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારને બહુમતી મળી નથી અને તે તેના સાથીદારોના સમર્થન પર ચાલી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો તેમાંથી કોઈ સમર્થન પાછું ખેંચે તો સરકાર પડી જશે. ઉપરાંત મમતા બેનર્જીએ આરજી કર હોસ્પિટલની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઝારગ્રામમાં હતા. તેમણે તાત્કાલિક પીડિતાના માતા-પિતા સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરશે અને દોષિતોને મૃત્યુદંડની સજા થશે.

Advertisement

યોગ્ય તપાસ વિના ધરપકડ કરી શકાય નહીં

મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે પોલીસે યોગ્ય તપાસ કર્યા પછી જ આરોપીની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, "હું સિનિયર અને જુનિયર બંને ડૉક્ટરોનું સન્માન કરું છું. હું યોગ્ય તપાસ વિના કોઈની ધરપકડ કરી શકતી નથી." આ સિવાય તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં પણ ઘણી જઘન્ય ઘટનાઓ બની હતી અને તત્કાલીન સરકાર મૌન રહી હતી. તેમણે કહ્યું કે, "આપણે મામલામાં રાજનીતિ કરવાને બદલે પરિવાર પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ."

CBI ને સહકાર

મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે તેઓ CBIને સહકાર આપી રહ્યા છે અને તેઓ હાઈકોર્ટની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરશે. આમ, મમતા બેનર્જીએ કથિત ઘટનાને લઈને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે અને પોતાના સરકારના કામકાજનું સમર્થન કર્યું છે.

Advertisement

આ પણ વાંચો:  Kolkata Murder Case માં ન્યાય મળશે? હાઈકોર્ટે CBI તપાસનો આપ્યો આદેશ

Tags :
Advertisement

.