Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણપતિ વિસર્જન દરમિયાન મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 40 જેટલી મહિલાઓ હોસ્પિટલ પહોંચી

ભંડારામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ગણપતિ વિસર્જન પ્રસંગે 40 મહિલાઓને ઇજા અચાનક છત તૂટી પડતા ઘણા લોકો નીચે પડી ગયા હતા મહારાષ્ટ્રના ભંડારામાં ગણપતિ વિસર્જન (Ganpati Visarjan) ના શુભ અવસર દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. ગણપતિ વિસર્જનની...
ગણપતિ વિસર્જન દરમિયાન મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના  40 જેટલી મહિલાઓ હોસ્પિટલ પહોંચી
  • ભંડારામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના
  • ગણપતિ વિસર્જન પ્રસંગે 40 મહિલાઓને ઇજા
  • અચાનક છત તૂટી પડતા ઘણા લોકો નીચે પડી ગયા હતા

મહારાષ્ટ્રના ભંડારામાં ગણપતિ વિસર્જન (Ganpati Visarjan) ના શુભ અવસર દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. ગણપતિ વિસર્જનની આ શોભાયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઘણા લોકો છત પર ઉભા હતા. દરમિયાન અચાનક, છત તૂટી પડી અને આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, લગભગ 30 થી 40 મહિલાઓ આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.

Advertisement

દુર્ઘટનાનું કારણ શું?

આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે, માનવામાં આવે છે કે છતની જર્જરિત હાલતને કારણે આ દુર્ઘટના બની હશે. મળી રહેલી માહિતી અનુસાર, શોભાયાત્રા દરમિયાન ભીડ વધુ હોવાને કારણે છત પર વધારે દબાણ આવ્યું હશે અને પરિણામે છત તૂટી પડી હશે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘણા લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

ગણપતિ વિસર્જન દરમિયાન માર્ગ અકસ્માત

થોડા દિવસો પહેલા રાજ્યના ધુળેમાં ગણપતિ વિસર્જન દરમિયાન માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અકસ્માતમાં 3 બાળકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. ધુળેના ચિત્તોડ ગામમાં, ગામલોકો ગણપતિ વિસર્જન માટે ટ્રેક્ટરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર નાચતા અને ગાતા લોકો પર દોડી ગયું હતું. જેમાં 3 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

આ પણ વાંચો:   Maharashtra News : ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો, 2 જિલ્લાઓમાં તંગ પરિસ્થિતિ

Advertisement
Tags :
Advertisement

.