Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahua Moitra : ફરી વિવાદમાં સપડાયા TMC નેતા મોઇત્રા, હવે આ શખ્સે લગાવ્યો જાસૂસીનો આરોપ!

તૃણમૂલ કોંગ્રેસની (TMC) નેતા મહુઆ મોઇત્રા (Mahua Moitra) ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. વકીલ જય અનંત દેહાદ્રાઇએ (Jai Anant Dehadrai) મહુઆ મોઇત્રા પર ગેરકાયદેસર દેખરેખનો ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલે સીબીઆઈને (CBI) પત્ર લખ્યો છે અને...
mahua moitra   ફરી વિવાદમાં સપડાયા tmc નેતા મોઇત્રા  હવે આ શખ્સે લગાવ્યો જાસૂસીનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસની (TMC) નેતા મહુઆ મોઇત્રા (Mahua Moitra) ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. વકીલ જય અનંત દેહાદ્રાઇએ (Jai Anant Dehadrai) મહુઆ મોઇત્રા પર ગેરકાયદેસર દેખરેખનો ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલે સીબીઆઈને (CBI) પત્ર લખ્યો છે અને કહ્યું હતું કે, મોઇત્રા બંગાળ પોલીસમાં (Bengal Police) તેના સંપર્કનો ઉપયોગ કરીને મારી દેખરેખ રાખે છે.

Advertisement

એડવોકેટ અનંત દ્વારા આ મામલે 29 ડિસેમ્બરના રોજ સીબીઆઈ ડાયરેક્ટર પ્રવીણ સૂદ (Praveen Sood) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખવામાં આવ્યો હતો અને પત્રમાં જણાવ્યું હતું કે, ટીએમસી નેતા ફોન નંબરનો ઉપયોગ કરીને મારી લોકેશનને ટ્રેક કરી રહી છે. એડવોકેટ અનંતે તેમના પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો કે, મોઇત્રા (Mahua Moitra) લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) મેળવવા માટે બંગાળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે તેના પ્રભાવ અને સંપર્કનો દુરુપયોગ કરી રહી છે.

એડવોકેટ અનંતના ગંભીર આરોપ

Advertisement

એડવોકેટ દેહાદ્રાઇને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આ પહેલા, ટીએમસી નેતા (TMC) 2019માં સુહાન મુખરજી (Suhan Mukherjee) નામના એક શખ્સને ટ્રેક કરી રહી હતી. વકીલે કહ્યું હતું કે, આ પહેલા મોઇત્રાએ (Mahua Moitra) મને મૌખિક અને લેખિતમાં રીતે સૂચના આપી હતી કે તેઓ સુહાન મુખરજી પર સક્રિય રીતે નજર રાખી રહી છે. કારણે કે તેને તેમના પર એક જર્મન મહિલા સાથે સંબંધ હોવાની આશંકા છે.

Advertisement

આ પણ વાંચો - Rameshwaram Ramotsav Yatra : રામેશ્વરમથી અયોધ્યા સુધી યોજાશે રામોત્સવ યાત્રા,આ શહેરથી થશે પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.