Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Election : પિતાના રસ્તે રાજનીતિમાં પ્રવેશ, રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે લડશે ચૂંટણી!

અમિત ઠાકરેનો રાજકારણમાં પ્રવેશ! અમિત ઠાકરેની ઉમેદવારીના વિકલ્પો માહિમ અને ભાંડુપ બેઠક પિતાના રસ્તે ચાલશે અમિત ઠાકરે Raj Thackrey son Amit Thackrey : મહારાષ્ટ્રમાં ચૂંટણી (Maharashtra Election) નું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે...
maharashtra election   પિતાના રસ્તે રાજનીતિમાં પ્રવેશ  રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે લડશે ચૂંટણી
  • અમિત ઠાકરેનો રાજકારણમાં પ્રવેશ!
  • અમિત ઠાકરેની ઉમેદવારીના વિકલ્પો માહિમ અને ભાંડુપ બેઠક
  • પિતાના રસ્તે ચાલશે અમિત ઠાકરે

Raj Thackrey son Amit Thackrey : મહારાષ્ટ્રમાં ચૂંટણી (Maharashtra Election) નું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન (Voting) થવાનું છે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વચ્ચે, મુંબઈમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. MNS ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે (Amit Thackeray) મુંબઇથી ચૂંટણીમાં ઉતરવા માટે તૈયાર છે. તેમની ઉમેદવારી માટે 2 બેઠકઓ પર ચર્ચા ચાલી રહી છે, અને હવે તેમના માટે આ બેમાંથી કઈ બેઠક પસંદ કરવામાં આવશે તે અંગે વિચારણા થઈ રહી છે.

Advertisement

અમિત ઠાકરે કરશે રાજનીતિમાં પ્રવેશ

સૂત્રો અનુસાર, અમિત ઠાકરે (Amit Thackeray) માટે મુંબઈની માહિમ અને ભાંડુપ પશ્ચિમ વિધાનસભા બેઠકના વિકલ્પોની સમીક્ષા કરવામાં આવી રહી છે. માહિમ સીટ પરથી શિંદે સેનાના સદા સરવણકર વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે ભાંડુપ પશ્ચિમ સીટ પર ઠાકરે સેનાના રમેશ કોરગાંવકર ધારાસભ્ય છે. જો MNS એ અમિત ઠાકરેને માહિમ બેઠક પરથી ઊભા કરે છે, તો શિવસેના આ બેઠક પર પોતાનો ઉમેદવાર ન ઉતારવાના મુદ્દે વિચારણા કરી રહી છે. કારણ કે 2019ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, જ્યારે આદિત્ય ઠાકરે પહેલી વખત ચૂંટણી લડ્યા હતા, ત્યારે MNS એ વરલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો કર્યો નહતો. મહત્વપૂર્ણ છે કે, 2024ના લોકસભા ચૂંટણીમાં MNS ના સમર્થનના કારણે મહાયુતિના ઉમેદવાર રાહુલ શેવાળેને માહિમ બેઠક પર લગભગ 14,000 મતોની લીડ મળી હતી. આથી મનસેને લાગે છે કે અમિત ઠાકરે માટે માહિમ સીટ સૌથી સુરક્ષિત હોઇ શકે છે. એમની ઉમેદવારી અંગે MNS કોઇ પણ સમયે નિર્ણય લઈ શકે છે.

શિવસેના ઉદ્ધવ જૂથનું મહત્વનું પગલું

માહિમ બેઠકને લઈને બીજી મહત્વની વાત એ છે કે શિવસેના ઉદ્ધવ જૂથ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ન ઊભો રાખવાનું વિચારી રહ્યું છે. જ્યારે આદિત્ય ઠાકરે 2019ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા, ત્યારે MNS એ વરલી બેઠક પરથી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. હવે બદલાયેલા સમીકરણોમાં ઉદ્ધવ જૂથ માહિમ બેઠક પરથી MNSને સમર્થન આપવાનું વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકન માટેની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.

Advertisement

આ પણ વાંચો:  Prakash Ambedkar નો આક્ષેપ, 'Sharad Pawar દુબઈમાં દાઉદ ઈબ્રાહિમને મળ્યા'

Advertisement
Tags :
Advertisement

.