ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra assembly elections : 'મહિલા છું, માલ નથી' ઉદ્ધવ જૂથના નેતાની ટિપ્પણી પર ભડક્યા શાઇના એનસી

કહેવાય છે કે, જીભને હાડકું નથી હોતું, જ્યારે પણ બોલે ત્યારે સમજી વિચારીને બોલવું જોઇએ. પણ શું આપણા નેતાઓ વિચારીને કઇ બોલે છે ખરા! જવાબ તમને પણ ખબર જ છે. જ્યારે ચૂંટણી નજીક આવે અને નેતાઓના સુર બદલાય તે આજના સમયે ખૂબ જ કોમન થઇ ગયું છે.
05:28 PM Nov 01, 2024 IST | Hardik Shah
Maharashtra assembly elections shaina nc

Shaina NC's reply to Arvind Sawant : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly elections) નજીક આવી રહી છે તે પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. નેતાઓના સુર સતત બગડી રહ્યા છે. વિવાદાસ્પદ નિવેદનો (Controversial statements) આવવા લાગ્યા છે. તાજેતરમાં શિવસેના-યુબીટી નેતા અરવિંદ સાવંતે (Shiv Sena-UBT leader Arvind Sawant) શિવસેના (શિંદે જૂથ)ના નેતા શાઈના એનસી (Shaina NC) ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જે પછી શિવસેનાના ઉમેદવાર શાઇના એનસી (Shaina NC) ગુસ્સે થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, શાઈના એનસીએ નાગપાડા પોલીસ સ્ટેશન (Nagpada police station) માં અરવિંદ સાવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શું કહ્યું શિવસેના-યુબીટી નેતા અરવિંદ સાવંતે?

કહેવાય છે કે, જીભને હાડકું નથી હોતું, જ્યારે પણ બોલે ત્યારે સમજી વિચારીને બોલવું જોઇએ. પણ શું આપણા નેતાઓ વિચારીને કઇ બોલે છે ખરા! જવાબ તમને પણ ખબર જ છે. જ્યારે ચૂંટણી નજીક આવે અને નેતાઓના સુર બદલાય તે આજના સમયે ખૂબ જ કોમન થઇ ગયું છે. તાજેતરમાં મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly elections) ની તૈયારીઓમાં તમામ પાર્ટીના નેતાઓ વ્યસ્ત છે, ત્યારે આરોપ-પ્રત્યારોપના બાણ પણ એકબીજા પર છોડવામાં આવી રહ્યા છે. આ આરોપ-પ્રત્યારોપમાં નેતાઓની જીભ પણ લપસી રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજુ ઉદાહરણ શિવસેના-યુબીટી નેતા અરવિંદ સાવંતનું છે. જેમણે શિવસેના (શિંદે જૂથ)ના નેતા શાઈના એનસીને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જ્યારે શાઇના એનસી (Shaina NC) ને મહાયુતિના ઉમેદવાર બનાવવામાં આવી ત્યારે અરવિંદ સાવંતે કહ્યું હતું કે તેની હાલત જુઓ... તે આખી જિંદગી ભાજપમાં જ રહી. એકનાથ શિંદેની શિવસેના તરફથી ટિકિટ મળી. અહીં ઈમ્પોર્ટેડ નહીં ચાલે. અહીં અસલ સામાન ચાલે છે. અમીન પટેલ જ ઓરિજનલ ઉમેદવાર છે. જણાવી દઈએ કે એકનાથ શિંદેની શિવસેનાએ મુંબાદેવી સીટ પરથી શાઈના એનસીને ઉમેદવાર જાહેર કર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અમીન પટેલનો સામે થશે. શાઇના એનસી વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે અને મુંબઈની ગ્લેમર જગતમાં પ્રખ્યાત વ્યક્તિત્વ છે.

'મહિલા છું, માલ નથી'- શાઈના એનસી

શાઇના એનસી આ ટિપ્પણીઓ પર ગુસ્સે થઇ ગયા છે. જણાવી દઇએ કે, શિવસેનાના ઉમેદવાર શાઈના એનસીએ અરવિંદ સાવંતના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શાઈનાએ કહ્યું કે 'હું એક મહિલા છું, માલ નથી'. શાઈનાએ પૂછ્યું, મારા અપમાન પર ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, નાના પટોલે કેમ ચૂપ છે? જ્યારે હું 2014 અને 2019માં તેમને પ્રમોટ કરતી હતી ત્યારે હું તેમની વહાલી બહેન હતી પણ હવે. તેમણે વધુમાં કહ્યું કે આવી વાત કરવી અરવિંદ સાવંત અને તેમની પાર્ટીની માનસિકતા દર્શાવે છે. શું તે માને છે કે મુમ્બા દેબીની દરેક મહિલા માલ છે? શાઈનાએ વધુમાં કહ્યું કે આ લોકો મહિલાનું સન્માન કરી શકતા નથી. તમે સક્ષમ સ્ત્રીને રાજકારણમાં માલ કહો છો. તેમણે વધુમાં કહ્યું કે હવે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો કારણ કે તમે મહિલાને માલ કહ્યું છે. હું આ મામલે પગલાં લઉં કે ન લઉં, જનતા ચોક્કસ તેમને અસ્વસ્થ કરશે.

શાઇના એનસી પોલીસ સ્ટેશન પહોંચી

શિવસેનાના નેતા શાઇના એનસી અપમાનજનક ટિપ્પણીના કેસમાં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ ફરિયાદ કરવા નાગપાડા પોલીસ સ્ટેશન ગયા છે. શિવસેનાની મહિલા કાર્યકરોએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને અરવિંદ સાવંતની માફીની માંગ કરી.

આ પણ વાંચો:  Maharashtra : નેતાજી 2 મિનિટ મોડા પડ્યા, અધિકારીઓ દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા...

Tags :
arvind sawantassembly election 2024Gujarat FirstHardik ShahMaharashtra Assembly Election 2024Shaina NCShaina NC Arvind sawant newsShaina NC latest newShaina NC latest newsShayna NCshivsena ubt
Next Article