Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Assembly Election : મહારાષ્ટ્રની જનતા માટે કોંગ્રેસની આ 5 ખાસ ગેરંટી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની 5 ગેરંટી યોજનાઓ કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના સાથે મહિલાઓને આર્થિક સહાય મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે લોન માફી અને પ્રોત્સાહન વસ્તી ગણતરી અને અનામત મર્યાદા વધારવા માટે કોંગ્રેસનો દાવ આરોગ્ય સુવિધામાં 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો બેરોજગાર...
maharashtra assembly election   મહારાષ્ટ્રની જનતા માટે કોંગ્રેસની આ 5 ખાસ ગેરંટી
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની 5 ગેરંટી યોજનાઓ
  • કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના સાથે મહિલાઓને આર્થિક સહાય
  • મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે લોન માફી અને પ્રોત્સાહન
  • વસ્તી ગણતરી અને અનામત મર્યાદા વધારવા માટે કોંગ્રેસનો દાવ
  • આરોગ્ય સુવિધામાં 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો
  • બેરોજગાર યુવાનો માટે મહિનાના રૂપિયા 4000 ભથ્થાની જાહેરાત

Maharashtra Assembly Election : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે (Congress) મહારાષ્ટ્રના લોકોને 5 ગેરંટી (5 guarantees) આપતા વિવિધ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ ગેરંટી યોજના હેઠળ મહિલાઓ, યુવતીઓ, ખેડૂત, બેરોજગાર યુવાનો અને આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) એ બુધવારે ફરી એકવાર જાતિ ગણતરી હાથ ધરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવામાં આવશે. રાહુલની આ જાહેરાત સાથે કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્ર ચૂંટણી માટે મુખ્ય મુદ્દો મળી ગયો છે.

Advertisement

ભાજપની નીતિઓએ રોજગારીનો નાશ કર્યો : રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની નીતિઓએ રોજગારીનો નાશ કર્યો છે. અદાણી ધારાવીની જમીન છીનવી શકે છે, પરંતુ રોજગાર આપી શકતા નથી. લઘુ ઉદ્યોગ રોજગાર આપી શકે છે, અને ભાજપે તે બધાને બરબાદ કરી દીધા છે. GST, નોટબંધી આ નીતિ ન હતી. નાના ઉદ્યોગને નષ્ટ કરવાનું આ એક હથિયાર હતું. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ગરીબ લોકો સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. આ પૈસા પરોક્ષ કર તરીકે આપવામાં આવે છે. આ બધી ભાજપની નીતિ છે. એક રીતે આ અબજોપતિઓની સરકાર છે. આ જોતાં હવે INDIA એલાયન્સે 5 ગેરંટીની જાહેરાત કરી છે.

Advertisement

1. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના

મહાલક્ષ્મી યોજના અંતર્ગત, મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે દર મહિને ₹3,000 આપવામાં આવશે. તેમજ મહિલાઓ અને યુવતીઓને સરકારની સંચાલિત બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે, જેથી તેઓને મુસાફરીમાં સહેજ પણ મુશ્કેલી ન પડે.

2. ખેડૂત કલ્યાણ માટે યોજના

ખેડૂતોને આર્થિક તકલીફમાંથી મુક્ત કરવા માટે, 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે, જે ખેડૂતો સમયસર અને નિયમિત લોન ચૂકવે છે, તેમને 50,000 રૂપિયા પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે, જે તેમને વધુ સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદરૂપ થશે.

Advertisement

3. વસ્તી ગણતરી અને અનામત મર્યાદા

કોંગ્રેસે જ્ઞાતિઆધારિત વસ્તી ગણતરી કરવાની પણ જાહેરાત કરી છે, જે સમાજમાં દરેક વર્ગની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ સાથે, અનામત મર્યાદા 50 ટકા હટાવવાનો પ્રયાસ કરી, વધુ લોકો માટે આરક્ષણની સુવિધા સુનિશ્ચિત કરવાની વાત પણ કોંગ્રેસે કરી છે.

4. આરોગ્ય સુવિધાઓ

લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને, 25 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો અને મફત દવાઓ પ્રદાન કરવામાં આવશે. આ સુવિધા સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓમાં ખૂબ જ ઉપયોગી બનશે.

5. બેરોજગારી ભથ્થું

રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 4000 રૂપિયા સુધીનું ભથ્થું આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું યુવાનોને આર્થિક રીતે મદદરૂપ બનશે અને તેમના કારકિર્દી અને સ્વરોજગારીમાં પ્રગતિ લાવવા પ્રોત્સાહિત કરશે. આ રીતે, મહારાષ્ટ્રમાં આવનારા સમયમાં મહિલાઓ, ખેડૂતો, યુવતીઓ અને બેરોજગાર યુવાનો માટે કોંગ્રેસે આ જાહેરાતો કરી છે.

આ પણ વાંચો:  કેન્દ્રીય કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને આપી મંજૂરી, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ

Tags :
Advertisement

.