MADHYA PRADESH:હોસ્ટેલની મેસમાં જમ્યા પછી 100 જેટલા વિદ્યાર્થીઓની હાલત બગડી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના 100થી વધુ વિદ્યાર્થીઓ એકાએક બીમાર પડતા દોડધામ મચી જવા પામી છે.જેમાં મળતી માહિતી અનુસાર એક સાથે લગભગ 100 જેટલા વિદ્યાથીઓને ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે સંસ્થાની હૉસ્ટેલના મેસમાં ભોજન લીધું હતું.ત્યાર બાદ આ વિદ્યાર્થીઓની તબિયત બગાડવા લાગી હતી જેથી જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મેસના ખોરાકથી વિદ્યાર્થીઓની હાલત બગડી
થોડા સમય પછી, જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આટલા વિદ્યાર્થીઓને મેડિસિન વોર્ડમાં જગ્યા ન મળી હોવાથી તેમને હોસ્પિટલની લેબમાં બનાવેલા સ્લેબ પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આમા થી કેટલાક વિદ્યાર્થીઓને બેડના અભાવે જમીન પર સૂવુ પડ્યું હતુ અને તેમની સારવાર જમીન પર શરુ કરવામાં આવી હતી.
100 થી વધુ હોસ્પિટલમાં દાખલ
તે જ સમયે, બે ડઝનથી વધુ વિદ્યાર્થીઓની સ્થિતિ નાજુક હોવાને કારણે, તેઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે સંસ્થાના 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલની મેસમાં જમવા માટે ગયા હતા. ભોજન સ્વાદિષ્ટ હતું, પરંતુ તે ખાવાના થોડા જ સમયમાં વિદ્યાર્થીઓ બીમાર થવા લાગ્યા. સાંજ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી. તમામ વિદ્યાર્થીઓ એક જ સમસ્યાથી પીડાતા હોવાથી, દરેકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તમામ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર
તબીબોના જણાવ્યા અનુસાર આ તમામ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે.પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ વિદ્યાર્થીઓને પહેલા મેડિસિન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બે ડઝન જેટલા વિદ્યાર્થીઓની હાલત વધુ ખરાબ હતી. તેથી તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે.
100થી વધુ વિદ્યાર્થીઓની ફૂડ પોઈઝનિંગની ફરિયાદ
હોસ્પિટલના અધિક્ષક ડૉ. આરકેએસ ધાકડના જણાવ્યા અનુસાર, 100થી વધુ વિદ્યાર્થીઓએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, LNIPE રજિસ્ટ્રાર અમિત યાદવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. આવી સ્થિતિમાં મેસમાં તૈયાર થતા ભોજનની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.તમામ વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ છે જેમાંથી કેટલાકની સ્થિતિ પહેલા કરતા સારી છે જ્યારે બે ગંભીર હાલતમાં અને અન્ય સારવાર હેઠળ છે
આ પણ વાંચો- VARANASI : કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત