ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MADHYA PRADESH : પાલતુ કુતરાના ભસવા સામે વાંધો ઉઠાવ્યો તો કુતરાના માલિકોએ લીધો વ્યક્તિનો જીવ, જાણો શું છે ઘટના

MADHYA PRADESH CASE : મધ્યપ્રદેશમાંથી હવે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં એક યુવકે કુતરાને ભસતા ટોક્યા તો તે યુવકની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. યુવકે પાલતુ કુતરાના ભસવા બાબતે વાંધો ઉઠાવતા તેને કુતરાના માલિક અને તેમના...
01:39 PM Jul 21, 2024 IST | Harsh Bhatt

MADHYA PRADESH CASE : મધ્યપ્રદેશમાંથી હવે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં એક યુવકે કુતરાને ભસતા ટોક્યા તો તે યુવકની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. યુવકે પાલતુ કુતરાના ભસવા બાબતે વાંધો ઉઠાવતા તેને કુતરાના માલિક અને તેમના પુત્રએ ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતીના અનુસાર, આ હત્યા લાકડી વડે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

કૂતરાને ભસતા ટોક્યો તો થઈ ઉગ્ર દલીલ

મધ્યપ્રદેશના જબલપૂરમાંથી આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલોના અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી. જ્યારે 45 વર્ષીય રામભરન ભૂમિયાએ સુધા યાદવ અને તેના પુત્રોને તેમના પાલતુ કૂતરાઓને અન્ય જગ્યાએ ફરવા માટે લઈ જવા કહ્યું, ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ. આ પછી સુધા યાદવ અને તેના પુત્રોએ ભૂમિયા પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો. આ હુમલો એટલો ઘાતક હતો કે, આ ઘટનામાં ભૂમિયા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

એક આરોપી હજી પણ ફરાર

ગંભીર રીતે ઘાયલ થયા બાદ રામભરન ભૂમિયાને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને સુધા યાદવ અને તેના પુત્રોની હત્યાનો કેસ નોંધ્યો અને આરોપીઓની ધરપકડ કરી. મળતી વિગતના અનુસાર, સુધા યાદવની ત્રીજો પુત્ર હજી પણ ફરાર છે. પોલીસ તેની શોધખોળ હાલ કરી રહી છે.

આ પણ વાંચો : KEDARNATH માં ભૂસ્ખલન થતાં 3ના મોત અને ગુજરાતના 3 ભક્તો ઘાયલ

Tags :
Crime NewsGujarat FirstJabalpurJABALPUR MURDERMadhya Pradesh
Next Article