Macron Visit in Jaipur : ફ્રાંસના પ્રમુખ Emmanuel Macron નું જયપુરમાં વિદેશ મંત્રીએ કર્યું ભવ્ય સ્વાગત
Macron Visit in Jaipur : ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) જયપુરમાં (Macron Visit in Jaipur) આગમન થયું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું.ફ્રાંસ પ્રમુખની મુલાકાતને લઈને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઈમાન્યુઅલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાંસના પ્રમુખ જયપુરમાં લગભગ છ કલાક રોકાશે, ત્યારબાદ રાત્રે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.
ઈમાન્યુઅલ મેક્રોન આમેર ફોર્ટ પહોંચ્યા
જયપુર પહોંચ્યા બાદ ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન (Macron Visit in Jaipur) આમેર ફોર્ટ પહોંચ્યા છે. તેમનું સ્વાગત ભારતીય પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું અને ત્યાં હાજર શાળાના વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર છે.
મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર (Republic Day Parade) દિવસની પરેડમાં હાજરી આપશે. મેક્રોન જયપુરમાં પ્રખ્યાત આમેર કોર્ટ જોવા જશે. તેમના સન્માનમાં ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ મેક્રોને આમેર કિલ્લાની મુલાકાત લીધી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન રાજસ્થાનના જયપુરમાં આમેર કિલ્લા પર પહોંચી ગયા છે. તેમના સ્વાગત માટે ત્યાં એકત્ર થયેલા શાળાના વિદ્યાર્થીઓને મળ્યા. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ હાજર .
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કલાકારો સાથે વાતચીત કરી
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને જયપુરના આમેર ફોર્ટ ખાતે રાજસ્થાની પેઇન્ટિંગ આર્ટની પ્રશંસા કરી અને કલાકારો સાથે વાતચીત કરી.
વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શક્ય
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ફ્રાંસ પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન વચ્ચે હિન્દ-પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા, રેડ સીમાં સંકટની સ્થિતિ, ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરવામાં આવી શકે છે.બંને ટોચના નેતાઓ જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી એક સંયુક્ત રોડ શૉ પણ કરશે અને હવા મહેલ ખાતે રોકાશે. અહીં એક ફોટો સેશન થશે. ત્યારબાદ બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે. દિવસના અંતે રામબાગ પેલેસમાં પીએમ મોદી મેક્રોન માટે એક પર્સનલ ડીનરની મેજબાની કરશે.
પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જોડાશે
દિલ્હીમાં મેક્રોન કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે. ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ આ પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ રહી છે. આ સાથે ફ્રાન્સની વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ અને એક એરબસ A330 મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ સમારોહમાં ભાગ લેશે. મેક્રોં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેનારા છઠ્ઠાં ફ્રેન્ચ નેતા હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા છે.
રાજસ્થાનમાં યુએસ બાદ સૌથી વધુ પ્રવાસીઓ ફ્રાંસના
રાજસ્થાન દેશનું જાણીતું પર્યટન સ્થળ છે અને અહીં દર વર્ષે લગભગ 40 લાખ વિદેશી પ્રવાસીઓ આવે છે જેમાં સૌથી વધુ અમેરિકાથી આવે છે અને બીજા ક્રમે ફ્રેન્ચ પ્રવાસીઓ આવે છે. જો કે પર્યટન સ્થળો પર ખર્ચની બાબતમાં ફ્રેન્ચ ઘણો આગળ છે.
આ પણ વાંચો - સાત મહિનામાં શેટ્ટરે BJPમાં કરી ઘર વાપસી, કહું કે, ‘મોદી ફરી બનશે PM’