Lucknow: માં અને 4 બહેનની હત્યા કરી અસદે કર્યો ચોંકાવનારો ખુલાસો, Video વાયરલ
- ઉત્તરપ્રદેશમાં હત્યાકાંડમાં એક વિડીયો આવ્યો સામે
- યુવકે હત્યા બાદ વિડીયો બાનવ્યો હતો
- સીએમ યોગીને કરી વિનંતી
Lucknow Mass Murders Accused Video: ઉત્તર પ્રદેશના લખનઉની એક હોટલમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આગ્રાના રહેવાસી 24 વર્ષના અસદે તેની માતા આસ્મા અને ચાર બહેનોની હત્યા કરી હતી. પોલીસે આરોપી મોહમ્મદ અસદની ધરપકડ કરી હતી.
પરિવાર શરણજીત હોટલમાં રોકાયો હતો
ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતો અરશદ નામનો યુવક તેના પરિવારને લખનઉ લઈ ગયો અને તેની હત્યા કરી નાખી. અરશદે તેના પિતા સાથે મળીને તેની માતા અને ચાર બહેનોની નસો કાપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પરિવાર શરણજીત હોટલમાં રોકાયો હતો જ્યાં આ ઘટના બની હતી. પાંચેયને મારતા પહેલા તેમને નશો આપવામાં આવ્યો હતો, જેથી કોઈને તેની ખબર ન પડે અને તેઓ પોતાનો બચાવ પણ ન કરી શકે.
બાદ આરોપીએ વીડિયો બનાવ્યો
સનસનાટીભર્યા હત્યા કેસમાં ચોકાવનારી બાબત એ છે કે ચારમાંથી બે પુત્રીઓ સગીર છે. જ્યારે બે દિકરીની ઉમર 18 વર્ષ અને 19 વર્ષ છે. લખનૌની હોટલ શરણજીતમાં થયેલી આ પાંચ હત્યાઓએ સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં આરોપીએ મૃતકની માતા અને બહેનોને બતાવી હતી. આ દરમિયાન તેના પિતા પણ તેની સાથે દેખાયા હતા. વીડિયોમાં તેણે બસ્તીના લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. ચાલો જાણીએ કે તેણે વીડિયોમાં શું કહ્યું.
આ પણ વાંચો -Uttar Pradesh:24 વર્ષનો દીકરો બન્યો હેવાન,માતા અને 4 બહેનની કરી હત્યા
સીએમ યોગીને કરી વિનંતી
મારું નામ અસદ છે… આજે અમે કોલોનીના લોકોના કારણે મજબૂરીમાં આ પગલું ભર્યું. મા અને બહેનને મારા હાથે માર્યા છે. આ માટે બસ્તીના રહીશો જવાબદાર છે. આ લોકોએ અમારું ઘર છીનવી લેવા માટે ઘણા અત્યાચાર કર્યા. અમે અમારો અવાજ ઉઠાવ્યો ત્યારે કોઈએ અમારી વાત સાંભળી નહીં. 10-15 દિવસ થઈ ગયા, શિયાળામાં રઝળપાટ કરતા. યોગીજીને વિનંતી છે કે આવા મુસ્લિમોને બક્ષશો નહીં, આખી બસ્તી મોત માટે જવાબદાર છે. મોત માટે જવાબદાર લોકો રાનુ ઉર્ફે આફતાબ અહેમદ, અલીમ ખાન, સલીમ ખાન, ડ્રાઈવર, અહમદ, અઝહર અને તેના અન્ય સંબંધીઓ છે, જેઓ છોકરીઓને વેચે છે. આ લોકોએ અમને જેલમાં મોકલવાની અને અમારી બહેનોને વેચવાનો પ્લાન બનાવ્યો હતો. અમે આવું ન હોતા ઇચ્છતા.
આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
'માતાની પણ હત્યા કરી, બહેનોની પણ હત્યા'
આ પછી અસદે આ વીડિયોમાં બહેનોના મૃતદેહ પણ બતાવ્યા. તેણે કહ્યું કે તેણે તેની માતા અને તેની બહેનોની પણ હત્યા કરી. આ દરમિયાન તેના પિતા પણ વીડિયોમાં બેઠેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં અસદ કહી રહ્યો છે કે તેણે પોલીસ પાસે મદદ માંગી, નેતાઓ પાસે મદદ માંગી, પરંતુ કોઈએ કંઈ કર્યું નહીં.
'અમે રહેવાસીઓથી કંટાળી ધર્મ પરિવર્તન કરવા માગતા હતા'
અમે બદાઉના રહેવાસી છીએ. તેઓ અમારા પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવે છે. પણ બદાઉનમાં રહેતી અમારી કાકી પાસેથી બધું મળી જશે. અમે વસ્તીવાળાઓથી કંટાળી ગયા હતા અને ધર્મ પરિવર્તન કરવા માગતા હતા. આજે મારી બધી બહેનો મરી રહી છે. હું પણ મરી જઈશ.