Love Jihad : ગુપ્તાંગમાં મરચા, ફેવીક્વિકથી ચિપકાવ્યા હોઠ યુવતી સાથે ક્રૃરતા
Crime News : લવ જેહાદનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના ગુનામાં યુવતી સાથે ક્રુરતા જોઇને કોઇ પણ સામાન્ય માણસ થથરી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી યુવકે યુવતીને બાંધીને ખુબ જ ક્રૃરતાપુર્વક ઢોર માર માર્યો છે. આટલેથી જ નહી અટકતા અયાને યુવતીનાં પ્રાઇવેટ પાર્ટ અને મોઢામાં લાલ મરચુ ભરી દીધું હતું. યુવતી બુમો ન પાડી શકે તે માટે તેનું મોઢુ ફેવીક્વિકથી ચોંટાડી દીધું હતું.
યુવતીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવી
યુવતીને અધમરી અવસ્થામાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અમાનવીયતાનો ભોગ બનેલી યુવતીની સ્થિતિ હાલ ગંભીર છે. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં યુવતીને ખુબ જ ગભરાયેલી અવસ્થામાં લવાઇ હતી. તેના પિતાનું મોત થઇ ચુક્યું છે. તે પોતાના વારસાગત મકાનમાં રહે છે. આરોપી અયાન પઠાણ તેનો પાડોશી છે. અયાન પઠાણ ઇચ્છતો હતો કે, પીડિતા પોતાનું મકાન અયાનના નામે કરાવી દે. યુવતીએ તેનો વિરોધ કર્યો તો તેને ઢોરમાર માર્યો હતો. આંખમાં, મોઢામાં અને ગુપ્તાંગમાં મરચા ભરી દીધા હતા. યુવતી અને અયાન લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા.
યુવતીનું મકાન હડપવા માંગતો હતો અયાન પઠાણ
લવ જેહાદનો મામલો વિવાદિત બનતા પઠાણની ધરપકડ કરી લીધી છે. યુવતીના નિવેદનના આધારે કાર્યવાહી કરાઇ છે. ગત્ત 2 વર્ષથી યુવતી અને યુવક બંન્ને રિલેશનશીપમાં હતા. રિલેશનશિપ અંગે બંન્ને વચ્ચે વિવાદ થયો હતો. એએસપી માનસિંહ ઠાકુરે જણાવ્યું કે, આરોપીના ઘરેથી બિનકાયદેસર દારૂ પણ મળી આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. પીડિત યુવતીનું નિવેદન નોંધી લેવાયું છે. પોલીસે આ ગંભીર મામલે તપાસ કરી તો સામે આવ્યું કે, આરોપી યુવક અયાન પઠાણ અને પીડિતા યુવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. અયાને યુવતીને ખુબ જ ઢોર માર માર્યો હતો. અમાનવીય કૃત્યો કર્યા હતા. હાલ તો યુવતીની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.