Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections 2024 : કોંગ્રેસમાં બેઠકોનો દોર, આજે ખડગે-રાહુલ ગાંધીની હાજરીમાં સંયોજકોની બેઠક

આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવવાની છે. આથી દેશના તમામ રાજકીય પક્ષ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પણ તેની તૈયારીઓને વેગ આપી રહી છે. આ હેઠળ માહિતી મળી છે કે, લોકસભા ચૂંટણીની...
lok sabha elections 2024   કોંગ્રેસમાં બેઠકોનો દોર  આજે ખડગે રાહુલ ગાંધીની હાજરીમાં સંયોજકોની બેઠક

આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવવાની છે. આથી દેશના તમામ રાજકીય પક્ષ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પણ તેની તૈયારીઓને વેગ આપી રહી છે. આ હેઠળ માહિતી મળી છે કે, લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ રાજ્યમાં નિયુક્ત કોંગ્રેસના 29 સંયોજકોની બેઠક શુક્રવારે દિલ્હી ખાતે યોજાશે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Kharge) અધ્યક્ષતામાં યોજાશે, જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ધી પણ હાજર રહેશે.

Advertisement

જણાવી દઈએ કે, અગાઉ વર્તમાન સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા અધિકારીઓની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. કોંગ્રેસે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને લોકસભા ક્ષેત્રના સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે. પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિએ તેમને 31 જાન્યુઆરી સુધીમાં ફાળવેલ લોકસભા મતવિસ્તારની (Lok Sabha Elections 2024) બેઠક યોજીને સંભવિત ઉમેદવારના નામ પર ચર્ચા કરવા જણાવ્યું છે.

Advertisement

'નામ પર સંમત થવાનો પ્રયાસ કરો'

સમિતિ દ્વારા તમામ સંયોજકોને નામ પર સંમત થવાનો પ્રયાસ કરવા કહેવામાં આવ્યું છે. રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે કેટલીક બેઠકો માટેના ઉમેદવારો ફેબ્રુઆરીમાં જાહેર થઈ શકે છે. દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ચૂંટણીને (Lok Sabha Elections 2024) લઈને સંયોજકોની ભૂમિકા અને 'ભારત જોડો ન્યાય યાત્રા' ની (Bharat Jodo Nyaya Yatra) તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો - ISRO : ‘2028 સુધીમાં પહેલું ‘ભારતીય ઇન્ટરનેશનલ સ્ટેશન’ સ્થાપવાનું સપનું…’, 2035 સુધીમાં અવકાશમાં મનુષ્ય હશે

Advertisement

Tags :
Advertisement

.