Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections 2024 : 'મિશન લોકસભા - 2024' ની તૈયારીઓ વેગવંતી કરવા કોંગ્રેસમાં બેઠકોનો દોર

અહેવાલ - દેવનાથ પાંડે, દિલ્હી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (Congress) આગામી લોકસભાની ચૂંટણીની (Lok Sabha Elections 2024) તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે...
lok sabha elections 2024    મિશન લોકસભા   2024  ની તૈયારીઓ વેગવંતી કરવા કોંગ્રેસમાં બેઠકોનો દોર

અહેવાલ - દેવનાથ પાંડે, દિલ્હી

Advertisement

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (Congress) આગામી લોકસભાની ચૂંટણીની (Lok Sabha Elections 2024) તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસ રાષ્ટ્રીય ગઠબંધન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે સાંજે કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીની બેઠક પણ મળી હતી.

કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય જોડાણ સમિતિની બેઠક અંગે માહિતી આપતા સમિતિના સંયોજક મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2024ને (Lok Sabha Elections 2024) ધ્યાને રાખીને ગઠબંધન સમિતિએ વિવિધ રાજ્યોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. કોંગ્રેસે I.N.D.I. ગઠબંધનના વિવિધ પક્ષો સાથે કેવી રીતે સમજૂતી કરવી જોઈએ? કોંગ્રેસે કઈ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ? અને અન્ય પક્ષોએ કઈ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ? તે અંગે છેલ્લા કેટલાક દિવસોની બેઠકોમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આજે તેમની વિગતો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સમક્ષ મૂકવામાં આવી છે.

Advertisement

મેનિફેસ્ટોને લઈને આવતા અઠવાડિયે ફરી બેઠક

હવે ટૂંક સમયમાં કોંગ્રેસ I.N.D.I એલાયન્સના અન્ય સહયોગીઓ સાથે રાજ્યવાર ચર્ચા કરશે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય I.N.D.I. ગઠબંધન મારફતે કેન્દ્રમાં સરકાર બનાવવાનો છે. કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીની બેઠક વિશે માહિતી આપતાં મેનિફેસ્ટો કમિટીના ચેરમેન પી. ચિદમ્બરમે ( P. Chidambaram) કહ્યું કે, મેનિફેસ્ટો કમિટીની આ પહેલી બેઠક હતી. વર્ષ 2024ની લોકસભામાં કોંગ્રેસના (Lok Sabha Elections 2024) મેનિફેસ્ટોને લઈને આવતા અઠવાડિયે ફરી બેઠક થશે. આજની બેઠકમાં પ્રાથમિક વિચારોની આપ-લે કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Vinod Upadhyay : UPમાં STF ની મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.