Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal: TMC અધ્યક્ષ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં

West Bengal: લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહરે કરી રહીં છે. ભાજપે પણ પોતાના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે તો કોંગ્રેસે પણ પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી દીધી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી...
west bengal  tmc અધ્યક્ષ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં

West Bengal: લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહરે કરી રહીં છે. ભાજપે પણ પોતાના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે તો કોંગ્રેસે પણ પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી દીધી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીએ એલાન કર્યું હતું કે, તો પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન સિવાય ચૂંટણી લડશે. તૃણમૂલ કોંગ્રેસે આજે પશ્ચિમ બંગાળ માટે તેના તમામ 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મમતા બેનર્જીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી આ જાહેરાત કરી છે.

Advertisement

બ્રિગેડ રેલીના મંચ પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી

આ યાદીની વાત કરવામાં આવે તો અનેક આશ્ચર્ય જોવા મળી રહ્યાં છે. અત્યાર સુધી ચૂંટણીની જાહેરાતના દિવસે કે બીજા દિવસે તૃણમૂલના નેતાઓ કાલીઘાટ સ્થિત તૃણમૂલ કાર્યાલયમાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતા હતા. પરંતુ આ વખતે એક અપવાદ છે. અભૂતપૂર્વ રીતે મમતાએ બ્રિગેડ રેલીના મંચ પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, TMC દ્વારા પોતાના દરેક 42 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો ચાલી હતીં પરંતુ અત્યારે મમતા ગઠબંધન કરવાના મુડમાં લાગતા નથી. કારણ કે, પોતાના દરેક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

આ રહીં TMC ના 42 ઉમેદવારોની યાદી

1. કૂચ બિહાર (SC)
જગદીશ સી બસુનિયા
2. અલીપુરદ્વાર (ST)
પ્રકાશ ચિક બડાઈક
3. જલપાઈગુડી (SC)નિર્મલ ચૌધરી રોય
4. રાણાઘાટ (SC)
ક્રાઉન જ્વેલ ઓફિસર
5. આરામબાગ (SC)મિતાલી બાગ
6. જોયનગર (SC)પ્રતિમા મંડળ
7. મથુરાપુર (SC)બાપી હલદર
8. ઝારગ્રામ (ST)કાલીપદા સોરેન
9. બિષ્ણુપુર (SC)સુજાતા મંડળ
10. બર્ધમાન પૂર્વા (SC)ડૉ. શર્મિલા સરકાર
11. બોલપુર (SC)અસિત કુમાર મલ
12. કૃષ્ણનગરમહુઆ મોઇત્રા
13. દાર્જિલિંગગોપાલ લામા
14. બોનગાંવવિશ્વજીત દાસ
15. બેરકપુરપાર્થ ભૌમિક
16. દમ દમપ્રોફેસર સૌગત રોય
17. બારાસત
કાકોલી ઘોષ દસ્તીદાર
19. બાલુરઘાટબિપ્લબ મિત્ર
20. માલદા ઉત્તરપ્રસુન બેનર્જી
21. ડાયમંડ હાર્બરઅભિષેક બેનર્જી
22. જાદવપુરસયોની ઘોષ
23. કોલકાતાદક્ષિણ માલા રોય
24. કોલકાતા ઉત્તરસુદીપ બંદોપાધ્યાય
25. હાવડાપ્રસુન બેનર્જી
26. ઉલુબેરિયાસજદા અહેમદ
27. સેરામપુરકલ્યાણ બેનર્જી
28. હુગલીરચના બેનર્જી
29. રાયગંજકૃષ્ણા કલ્યાણી
30. તમલુક
દેવાંશુ ભટ્ટાચાર્ય
31. કાંથીઉત્તમ બારિક
32. ઘાટલ
દીપક અધિકારી (દેવ)
33. માલદા દક્ષિણ
શાહનવાઝ અલી રાયહાન
34. મેદિનીપુરજૂન માલિયા
35. પુરુલિયાશાંતિરામ મહતો
36. બાંકુરાઅરૂપ ચક્રવર્તી
37. જાંગીપુરખલીલુર રહેમાન
38. બેરહામપુરયુસુફ પઠાણ
39. બર્ધમાન દુર્ગાપુરકીર્તિ આઝાદ
40. આસનસોલશત્રુઘ્ન સિંહા
41. મુર્શિદાબાદઅબુ તાહેર ખાન
42. બીરભૂમશતાબ્દી રોય

રેલીને સંબોધિત કરતા ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ રવિવારે કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલીને સંબોધિત કરતા ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ ઐતિહાસિક મેદાન પર તૃણમૂલ કોંગ્રેસની વિશાળ રેલી, જે બ્રિટિશ વસાહતી કાળ દરમિયાન પરેડ ગ્રાઉન્ડ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી, તે પણ મહત્વ ધરાવે છે કારણ કે જાન્યુઆરી 2019માં સભા બાદ આ મેદાન પર આટલા મોટા પાયા પર પાર્ટીની પ્રથમ રેલી છે. 2019 માં યોજાયેલી બેઠકમાં, 19 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એકતાના પ્રદર્શનમાં એક સાથે આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Brijendra Singh: લ્યો બોલો! બ્રિજેન્દ્ર સિંહ ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…
આ પણ વાંચો: Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી…
Tags :
Advertisement

.