ARMY EMERGENCY DUTY લખેલી ટ્રકમાંથી ઝડપાયો 35 લાખનો દારૂ, પંજાબથી કરાતો હતો આયાત
દિવાળીના ટાણે જ બિહારની રાજધાની પટનામાં એક્સાઈઝ વિભાગની ટીમે મોટી સફળતા હાથ લાગી હતી . બિહારમાં પણ ગુજરાતની જેમ દારૂબંધી છે, તેવામાં તહેવારના ટાણે 35 લાખનો દારૂ ઝડપાયો છે. પટના શહેરના આગમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગર ગેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ભૂંસું ભરેલી ટ્રકમાંથી અંગ્રેજી દારૂના 228 કાર્ટન મળી આવ્યા હતા. આ અંગ્રેજી દારૂ પંજાબથી આયાત કરવામાં આવ્યો હતો. હાલ એક્સાઇઝ વિભાગની ટીમે ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે. રસપ્રદ વાત તો એ છે કે જે ટ્રક ઝડપાયો હતો તેના ઉપર લખ્યું હતું- ARMY EMERGENCY DUTY
બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી
આ કિસ્સામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિભાગના એક વ્યક્તિને ગુપ્ત માહિતી મળી હતી કે પંજાબથી એક ટ્રકમાં દારૂ લાવવામાં આવશે અને તેને ટ્રાન્સપોર્ટ નગર પાસે છોડવામાં આવશે.
આ પછી ટ્રાન્સપોર્ટ નગરના ગેટ નંબર બે પાસે શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી સ્ટ્રો ભરેલી ટ્રકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકની અંદરથી આશરે 228 કાર્ટનમાં અંગ્રેજી દારૂની છ હજાર બોટલો જપ્ત કરવામાં આવી હતી. કુલ 2942 લીટર ઇંગ્લીશ દારૂ ઝડપાયો હતો.
અધધધ....35 લાખનો દારૂ ઝડપાયો
મળતી માહિતી મુજબ પંજાબ ઉત્પાદિત અંગ્રેજી દારૂની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. પંજાબના અમૃતસર સિયારાના રહેવાસી ટ્રક ડ્રાઈવર નિશાંત સિંહની ધરપકડ કરવામાં આવી છે અને ટ્રક નંબરની તપાસ કરવામાં આવી રહી છે.
તે જ સમયે, જ્યારે પોલીસે ધરપકડ કરાયેલ ડ્રાઈવરની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે દારૂ મંગાવનાર વ્યક્તિ દ્વારા દર્શાવેલ જગ્યાએ પહોંચવા માટે ટ્રકને આગળ લઈ જવી પડી હતી. હવે આ કેસમાં ઈન્સ્પેક્ટરે કહ્યું કે ડ્રાઈવરનો મોબાઈલ કબજે કરીને કોલ ડિટેઈલની તપાસ કરવામાં આવી રહી છે અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે. તેનાથી બિઝનેસ સંબંધિત નેટવર્કનો પર્દાફાશ થશે.
આ પણ વાંચો -- Fire : નંદગ્રામમાં કચરાના ગોદામમાં આગ, મથુરામાં ફટાકડા બજારમાં અનેક દુકાનો બળીને રાખ…