Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ARMY EMERGENCY DUTY લખેલી ટ્રકમાંથી ઝડપાયો 35 લાખનો દારૂ, પંજાબથી કરાતો હતો આયાત

દિવાળીના ટાણે જ  બિહારની રાજધાની પટનામાં એક્સાઈઝ વિભાગની ટીમે મોટી સફળતા હાથ લાગી હતી . બિહારમાં પણ ગુજરાતની જેમ દારૂબંધી છે, તેવામાં તહેવારના ટાણે 35 લાખનો દારૂ ઝડપાયો છે.  પટના શહેરના આગમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગર ગેટ પર...
army emergency duty લખેલી ટ્રકમાંથી ઝડપાયો 35 લાખનો દારૂ  પંજાબથી કરાતો હતો આયાત
Advertisement

દિવાળીના ટાણે જ  બિહારની રાજધાની પટનામાં એક્સાઈઝ વિભાગની ટીમે મોટી સફળતા હાથ લાગી હતી . બિહારમાં પણ ગુજરાતની જેમ દારૂબંધી છે, તેવામાં તહેવારના ટાણે 35 લાખનો દારૂ ઝડપાયો છે.  પટના શહેરના આગમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગર ગેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ભૂંસું ભરેલી ટ્રકમાંથી અંગ્રેજી દારૂના 228 કાર્ટન મળી આવ્યા હતા. આ અંગ્રેજી દારૂ પંજાબથી આયાત કરવામાં આવ્યો હતો. હાલ એક્સાઇઝ વિભાગની ટીમે ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે. રસપ્રદ વાત તો એ છે કે જે ટ્રક ઝડપાયો હતો તેના ઉપર  લખ્યું હતું- ARMY EMERGENCY DUTY

બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી

Advertisement

આ કિસ્સામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું  હતું કે વિભાગના એક વ્યક્તિને ગુપ્ત માહિતી મળી હતી કે પંજાબથી એક ટ્રકમાં દારૂ લાવવામાં આવશે અને તેને ટ્રાન્સપોર્ટ નગર પાસે છોડવામાં આવશે.

Advertisement

આ પછી ટ્રાન્સપોર્ટ નગરના ગેટ નંબર બે પાસે શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી સ્ટ્રો ભરેલી ટ્રકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકની અંદરથી આશરે 228 કાર્ટનમાં અંગ્રેજી દારૂની છ હજાર બોટલો જપ્ત કરવામાં આવી હતી. કુલ 2942 લીટર ઇંગ્લીશ દારૂ ઝડપાયો હતો.

અધધધ....35 લાખનો દારૂ ઝડપાયો 

મળતી માહિતી મુજબ પંજાબ ઉત્પાદિત અંગ્રેજી દારૂની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. પંજાબના અમૃતસર સિયારાના રહેવાસી ટ્રક ડ્રાઈવર નિશાંત સિંહની ધરપકડ કરવામાં આવી છે અને ટ્રક નંબરની તપાસ કરવામાં આવી રહી છે.

તે જ સમયે, જ્યારે પોલીસે ધરપકડ કરાયેલ ડ્રાઈવરની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે દારૂ મંગાવનાર વ્યક્તિ દ્વારા દર્શાવેલ જગ્યાએ પહોંચવા માટે ટ્રકને આગળ લઈ જવી પડી હતી. હવે આ કેસમાં ઈન્સ્પેક્ટરે કહ્યું કે ડ્રાઈવરનો મોબાઈલ કબજે કરીને કોલ ડિટેઈલની તપાસ કરવામાં આવી રહી છે અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે. તેનાથી બિઝનેસ સંબંધિત નેટવર્કનો પર્દાફાશ થશે.

આ પણ વાંચો -- Fire : નંદગ્રામમાં કચરાના ગોદામમાં આગ, મથુરામાં ફટાકડા બજારમાં અનેક દુકાનો બળીને રાખ…

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Plane Crash : ગજબનો સંયોગ, 27વર્ષ પહેલા પણ 11A સીટનો ચમત્કાર! બચ્યો હતો જીવ

featured-img
રાષ્ટ્રીય

NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી, અહીં જુઓ સ્કોર

featured-img
રાષ્ટ્રીય

PM Modi Canada visit : PM મોદી 5 દિવસમાં 3 દેશોની લેશે મુલાકાત, કેનેડામાં G7 સમિટમાં પણ લેશે ભાગ

featured-img
Top News

વિમાન દુર્ઘટના મામલે મંત્રાલયનું મોટું નિવેદન, 'AI - 171 માં કોઇ સમસ્યા ન્હોતી'

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

featured-img
રાષ્ટ્રીય

Ahmedabad Plane Crash ની અસર, વારાણસીમાં ટેકઓફ પહેલા યાત્રી વિમાનને પગે લાગ્યો

×

Live Tv

Trending News

.

×