ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ARVIND KEJRIWALની ન્યાયિક કસ્ટડી પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત

ARVIND KEJRIWAL:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(DELHI CM ARVIND KEJRIWAL)ના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા છે. સીબીઆઈએ કેજરીવાલને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીની મોકલવાની માગ કરી છે. CBIએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સાથ આપતા નથી...
05:00 PM Jun 29, 2024 IST | Hiren Dave
ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(DELHI CM ARVIND KEJRIWAL)ના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા છે. સીબીઆઈએ કેજરીવાલને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીની મોકલવાની માગ કરી છે. CBIએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સાથ આપતા નથી અને ગોળ ગોળ જવાબો આપે છે. ત્યારે CBIની કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડીની માગ સામે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

 

 

3 દિવસ CBIના રિમાન્ડ પર હતા કેજરીવાલ

દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેજરીવાલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યુ છે તે સાચુ નથી. મે એવુ કોઇ નિવેદન આપ્યુ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. મે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું. મહત્વનું છે કે સીબીઆઇએ કેજરીવાલની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ 3 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા હતા.

 

કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી

સીબીઆઈની ધરપકડ બાદ સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પાછી ખેંચી લીધી હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે. સિંઘવીએ બેન્ચને કહ્યું કે ઘટનાક્રમ દરરોજ નવા આકાર લઈ રહ્યો છે અને હવે કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી

આમ આદમી પાર્ટી (AAP) નેતા કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને 20 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ તેને 2022માં રદ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો  - JDU : કાર્યકારી અધ્યક્ષ બનતા જ સંજય ઝા એ વધાર્યું BJPનું ટેન્શન

આ પણ  વાંચો  - Maharashtra : ડોક્ટરે પગના બદલે કરી પ્રાઇવેટ પાર્ટની સર્જરી..

આ પણ  વાંચો  - FIR : હરિયાણામાં મળ્યા લાખો નકલી વિદ્યાર્થી..? વાંચો અહેવાલ…

Tags :
CBIdelhi cm arvind kejriwaldelhi liquor scamRouse Avenue Court
Next Article