ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશના રતનને અંતિમ TATA! અંતિમ યાત્રામાં જોવા મળી ભારે ભીડ

દેશના અનમોલ રતનને અંતિમ Tata રતન ટાટાએ 86 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ દેશના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી Ratan Tata Funeral : જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનના સમાચારથી સૌ કોઇ ચોંકી ગયા હતા. તેમના અવસાનના સમાચાર બાદ પૂરી દુનિયાની હસ્તીઓએ...
05:15 PM Oct 10, 2024 IST | Hardik Shah
Ratan Tata Funeral

Ratan Tata Funeral : જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનના સમાચારથી સૌ કોઇ ચોંકી ગયા હતા. તેમના અવસાનના સમાચાર બાદ પૂરી દુનિયાની હસ્તીઓએ શોક જાહેર કર્યો છે. દેશના મહારાષ્ટ્ર અને ઝારખંડ (Maharashtra and Jharkhand) જેવા રાજ્યોમાં એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે. રતન ટાટા 86 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital, Mumbai) માં અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને શોક જાહેર કર્યો હતો.

રતન ટાટા તેમની અંતિમ યાત્રા પર

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે તેમણે બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે રતન ટાટા (Ratan Tata) તેમની અંતિમ યાત્રા પર છે. રતન ટાટા (Ratan Tata) ના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના 'નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ' (NCPA) ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે. તે પહેલા અહીં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં દેશના નેતાઓથી લઇને ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ આવ્યા છે.

શાહ, શિંદે, પટેલ અને ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વરલીના સ્મશાનગૃહમાં પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.

રતન ટાટા સાદગી અને નમ્રતાના પ્રતિક હતા : રામનાથ કોવિંદ

રતન ટાટાના નિધન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, 'તેઓ સાદગી અને નમ્રતાના પ્રતિક હતા. તેમની વિચારસરણી ખૂબ સારી હતી. તે બધાને કહેતા કે જો તમારે ઉદ્યોગ સ્થાપવો હોય કે વેપાર કરવો હોય તો રાષ્ટ્રહિત પ્રથમ આવવું જોઈએ.

ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી

રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી. નમ્ર વર્તન માટે જાણીતા, રતન ટાટા, હાલમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તેમજ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.

પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત

રતન ટાટાએ ભારતીય વ્યાપાર જગતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

આ પણ વાંચો:  Ratan Tata Passed Away : રતન ટાટાએ લીધા અંતિમ શ્વાસ, PM મોદી-રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો

Tags :
farewellGujarat FirstHardik ShahMumbai Breach Candy HospitalRatan DeathRatan TataRatan Tata final journeyRatan Tata final journey NewsRatan Tata Funeral Live UpdatesRatan Tata Live UpdatesRatan Tata newsRatan Tata passes awayTata Sons Charitable Trust
Next Article