Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાલુ યાદવે ઢગલો છોકરા પેદા કરી દીધા હવે બધાને ભ્રષ્ટાચારના કામે લગાડી દીધા: નીતિશ કુમારની અભદ્ર ટિપ્પણી

Lok Sabha Election 2024 : બિહારના મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમારે (Nitish Kumar) ચૂંટણી સભા દરમિયાન એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેઓએ આજે પુર્ણિયાના બનમનખી લોકસભા બેઠક (Lok Sabha Election 2024) પર એનડીએના (NDA Candidate) ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે...
લાલુ યાદવે ઢગલો છોકરા પેદા કરી દીધા હવે બધાને ભ્રષ્ટાચારના કામે લગાડી દીધા  નીતિશ કુમારની અભદ્ર ટિપ્પણી

Lok Sabha Election 2024 : બિહારના મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમારે (Nitish Kumar) ચૂંટણી સભા દરમિયાન એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેઓએ આજે પુર્ણિયાના બનમનખી લોકસભા બેઠક (Lok Sabha Election 2024) પર એનડીએના (NDA Candidate) ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કટાક્ષ કરવા જતા લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) પર અભદ્ર પ્રકારની ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, એટલા છોકરા પેદા કરી દીધા બાદ હવે બધાને કામે લગાડી દીધા. આ ઉપરાંત તેમણે લાલુ પરિવાર પર પરિવારવાદનો પણ આક્ષેપ કર્યો હતો.

Advertisement

નીતિશ કુમારે લાલુ પરિવાર વિશે કરી અભદ્ર ટિપ્પણી

નીતીશે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના પરિવાર અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. નીતિશે કહ્યું કે, ભ્રષ્ટાચારના કેસના કારણે તેમણે ગાદી છોડવી પડી. તેમણે પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા. હવે તેઓ પોતાના બાળકોને પણ આગળવધારી રહ્યા છે. ઘણા બાળકો પેદા કર્યા છે. આટલા બધા બાળકો પેદા કરવાની શું જરૂર હતી? દિકરીઓ અને બે દિકરા પહેલાથી જ રાજકારણમાં સક્રિય છે. આટલા બધા બાળકો પેદા કરવાની શું જરૂર હતી.

આરજેડી ભારતીય લોકશાહી માટે સૌથી મોટો ખતરો

નીતિશ કુમારની જેમ જ જદયુના પ્રવક્તા પરિમલ કુમારે પણ આરજેડી પર પરિવારવાદનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર કરવા મામલે આરજેડીની ટિકા કરી હતી. તેમણે દાવો કર્યો કે, આ બંન્ને ખરાબી આરજેડીનો પર્યાય બની ગઇ છે. આરજેડી ભારતીય લોકશાહી માટે ખતરો છે. પરિવારના સભ્યોને રાજકારણમાં સેટ કરવા માટે ભારતી લોકશાહીના મુલ્યોની મજાક બનાવવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.