Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lakhimpur Viral Video: દેશમાં એવો તે કેવો વિકાસ, ભાઈ બહેનના મૃતદેહને ખંભા પર લઈ 5 કિમી સુધી ચાલ્યો!

Lakhimpur Viral Video: Uttar Pradesh ના મોટાભાગના ક્ષેત્રોમાં Floods આવવાને કારણે જાહેર રસ્તાઓ અને વાહન પરિવહન ઠપ થઈ ગયો છે. તેના કારણે Uttar Pradesh ના સ્થાનિકવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જાહેર રસ્તાઓ બંધ હોવાને કારણે Uttar...
lakhimpur viral video  દેશમાં એવો તે કેવો વિકાસ  ભાઈ બહેનના મૃતદેહને ખંભા પર લઈ 5 કિમી સુધી ચાલ્યો

Lakhimpur Viral Video: Uttar Pradesh ના મોટાભાગના ક્ષેત્રોમાં Floods આવવાને કારણે જાહેર રસ્તાઓ અને વાહન પરિવહન ઠપ થઈ ગયો છે. તેના કારણે Uttar Pradesh ના સ્થાનિકવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જાહેર રસ્તાઓ બંધ હોવાને કારણે Uttar Pradesh ના લખિમપુરમાં એક યુવતીને યોગ્ય સમયે સારવાર નહીં મળતા મોત નિપજ્યું છે. જોકે આ ઘટનાને લઈ પ્રશાસને પણ નિવેદન જાહેર કર્યું છે.

Advertisement

  • સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યુ

  • બહેનને ભાઈ ખંભા પર નાખીને નિવાસસ્થાને લઈ ગયો

  • દરેક વ્યક્તિને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો

આજરોજ Lakhimpur રમાં આવેલા એલનગંજ વિસ્તારામાં ટાઇફોઇડથી એક કિશોરી પીડિત હતી. જોકે આશરે 8 દિવસ પહેલા જ કિશોરીની તબીયત ખરાબ થઈ હતી. ત્યારે સ્થાનિક તબીબે તેની સારવાર શરુ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન તબીયતમાં કોઈ ફેરફાર ન થવાને કારણે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યુ હતું. જોકે ભાઈ-બહેન બંને પોતાના પરિવારથી દૂર એલનગંજમાં શિક્ષણ માટે એકલા રહેતા હતાં.

બહેનને ભાઈ ખંભા પર નાખીને નિવાસસ્થાને લઈ ગયો

Advertisement

પરંતુ કિશોરીના ભાઈ દ્વારા એવુ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં યોગ્ય સાધનો ન હોવાથી તેની બહેનનું મૃત્યુ થયું છે. તો તેની બહેનના મૃતદેહને ઘર સુધી પહોંચાડવા માટે પણ હોસ્પિટલ પાસે Floods તી વ્યવસ્થા હતી નહીં. ત્યારે તેના ભાઈએ તેની બહેનના મૃતદેહને પોતાના ખંભા પર નાખીને હોસ્પિટલથી 5 કિલોમીટર દૂર આવેલા નિવાસસ્થાને લઈ ગયો હતો. તો આ ઘટના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે તેના ભાઈને હોસ્પિટલથી થોડું અંતર કાપતા તેના પિતા મળી ગયા હતાં.

દરેક વ્યક્તિને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો

ત્યારે સ્થાનિક Sub Divisional Magistrate (SDM) અધિકારી કાર્તિકેય સિંહે જણાવ્યું હતું કે, આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેવા વિડીયો મારફતે થઈ છે. કિશારી ભાઈએ પોલીસ કે કોઈ સરકારીની અધિકારીની મદદ લેવા માટે પહેલ કરી નથી. જો કિશાર માટે તેના ભાઈએ મદદ માગી હોત તો વહેલી તકે કિશોરીની સારવાર શરુ કરી હોત. અને કિશોરીના મોતને અટકાવી શકાયું હોત. તો હાલ Uttar Pradesh માં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાને કારણે દરેક વ્યક્તિને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ઉત્તરાખંડ અને હિમાચલમાં ઠેર ઠેર ભૂસ્ખલન, નદીઓમાં ભારે પૂર

Tags :
Advertisement

.