Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું કોલકાતા, દહેશતનો જોવા મળ્યો માહોલ

કોલકતામાં થયો બોમ્બ બ્લાસ્ટ કોલકાતાના એસએન બેનર્જી રોડ પર શંકાસ્પદ બોરીમાં જોરદાર વિસ્ફોટ તપાસ દરમિયાન બ્લાસ્ટ, એક વ્યક્તિ ઘાયલ પશ્ચિમ બંગાળ (West Bengal) ની રાજધાની કોલકાતાના એસ.એન. બેનરજી રોડ પર એક શંકાસ્પદ બોરીમાં બ્લાસ્ટ (Blast) થયો છે. બોમ્બ ડિસ્પોઝલ...
બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું કોલકાતા  દહેશતનો જોવા મળ્યો માહોલ
  • કોલકતામાં થયો બોમ્બ બ્લાસ્ટ
  • કોલકાતાના એસએન બેનર્જી રોડ પર શંકાસ્પદ બોરીમાં જોરદાર વિસ્ફોટ
  • તપાસ દરમિયાન બ્લાસ્ટ, એક વ્યક્તિ ઘાયલ

પશ્ચિમ બંગાળ (West Bengal) ની રાજધાની કોલકાતાના એસ.એન. બેનરજી રોડ પર એક શંકાસ્પદ બોરીમાં બ્લાસ્ટ (Blast) થયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (bomb disposal squad) ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે બપોરે લગભગ 1.45 કલાકે તાલતાલા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, બ્લોચમેન સ્ટ્રીટ અને એસએન બેનર્જી રોડના જંક્શન પર જોરદાર વિસ્ફોટ થયો હતો. એક કચરો ઉપાડનાર ઘાયલ થયો છે.

Advertisement

ઘટનામાં એક શખ્સ ઘાયલ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શનિવારે બપોરે એક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિસ્તારને સુરક્ષા ટેપથી ઘેરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમને બોલાવવામાં આવી હતી. આ પછી BDDS ના કર્મચારીઓ પહોંચ્યા, બેગ અને આસપાસના વિસ્તારોની તપાસ કરી હતી. તેમના ગયા બાદ ટ્રાફિકને મંજૂરી આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ થતાં જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. જો કે હવે સ્થિતિ સામાન્ય જણાય છે. પોલીસ ટીમ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં આ ઘટના વિશે વધુ માહિતી આપી હતી. તેણે કહ્યું, 'જ્યારે વિસ્ફોટ થયો ત્યારે અમે નજીકમાં ઉભા હતા. અવાજ સાંભળીને અમે તુરંત જ સ્થળ તરફ દોડ્યા. અમે જોયું કે એક કચરો ઉપાડનાર શખ્સ નજીકમાં ઘાયલ અવસ્થામાં પડ્યો હતો, તેના જમણા કાંડા પર ઈજા હતી. વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો. તેમણે કહ્યું કે, પોલીસ તાત્કાલિક અહીં પહોંચી અને ઘાયલને હોસ્પિટલ લઈ ગઈ હતી. તે સમયે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ ઘટનામાં અન્ય કોઈને ઈજા થઈ નથી.

મામલાની થશે ફોરેન્સિક તપાસ

હોસ્પિટલમાં ઘાયલ વ્યક્તિએ પોતાનું નામ 58 વર્ષીય બાપી દાસ જણાવ્યું છે. તેના પિતાનું નામ લેફ્ટનન્ટ તારાપદ દાસ છે. તે ઈચ્છાપુરનો રહેવાસી છે. તેની પાસે કોઈ વ્યવસાય નથી. તે અહીં ફરતો રહે છે. તાજેતરમાં તે એસએન બેનર્જી રોડની ફૂટપાથ પર રહેવા લાગ્યો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઘાયલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. પોલીસે હજુ તેનું નિવેદન નોંધ્યું નથી. તેને હજુ થોડો સમય જોઈએ છે. પોલીસે કહ્યું કે આ સમગ્ર મામલે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો:  Baramullaમાં 3 આતંકી ઠાર, કિશ્તવાડમાં JCO સહિત બે જવાન શહીદ

Tags :
Advertisement

.