Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata Murder Case : મમતા બેનર્જી સરકાર પર સંકટના વાદળો! શું એકહથ્થુ શાસનનો આવશે અંત?

મમતા બેનર્જી પર સંકટના વાદળ ઘેરાયાં ભાજપની માંગ, મમતા બેનર્જીનું રાજીનામું શું બંગાળના રાજકારણમાં બદલાવ આવશે? Kolkata Murder Case : ભારતના પશ્ચિમ બંગાળમાં રાજકારણ હવે ગરમાયું છે. જ્યા છેલ્લા 23 વર્ષથી મમતા બેનર્જી પોતાનું એકહથ્થુ શાસન કરી રહ્યા છે,...
07:59 AM Aug 16, 2024 IST | Hardik Shah
Mamata Banerjee Government in Crisis

Kolkata Murder Case : ભારતના પશ્ચિમ બંગાળમાં રાજકારણ હવે ગરમાયું છે. જ્યા છેલ્લા 23 વર્ષથી મમતા બેનર્જી પોતાનું એકહથ્થુ શાસન કરી રહ્યા છે, તે હવે ઘણા સવાલોમાં આવી ગયા છે. કોલકતામાં એક મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટર સાથે થયેલી દુર્વ્યવહારની ઘટનાને કારણે રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર આવી શકે તેવી સંભાવનાઓ છે.

શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવેલા મમતા બેનર્જી

મમતા બેનર્જી પોતાના સમર્થકો વચ્ચે એક રાજકીય યોદ્ધા તરીકે જાણીતી છે. તેમણે 34 વર્ષથી સત્તામાં રહેલા ડાબેરી મોરચાની સરકારને હરાવી પોતાની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે રાજકીય રીતે સત્તા મેળવવાની લડતમાં જીત મેળવી હતી. ખાસ કરીને સિંગુર અને નંદીગ્રામમાં જમીન અધિગ્રહણ વિરોધી ચળવળોના કારણે મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ પર આવ્યા હતા.

TMC નેતાઓએ પણ મમતા સરકાર પર પ્રહારો કર્યા

13 વર્ષ સુધીના મમતા બેનર્જી સરકારમાં કદાચ આ પહેલીવાર છે કે રાજ્યમાં એક સત્તા વિરોધી વાતાવરણ ઉભું થયું છે. કોલકતાની મેડિકલ કોલેજમાં ડૉક્ટર પર થયેલી અત્યાચારની ઘટના પશ્ચિમ બંગાળના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. મમતા બેનર્જી ચારેય બાજુથી શાંબ્દિક આક્રમણ હેઠળ છે, એક તરફ વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ તેમના પોતાના પાર્ટી નેતાઓ અને સહયોગી દળો પણ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

કોલકાતા રેપ કેસ અને મમતા બેનર્જી

કોલકાતા રેપ કેસના સંદર્ભમાં મમતા બેનર્જી સામે રાજકીય પડકારો વધી રહ્યા છે. આ કેસમાં પોલીસ અને પ્રશાસનની બેદરકારીનો મુદ્દો ચર્ચામાં છે, જેના કારણે CBIને તપાસની જવાબદારી સોંપવી પડી હતી. મમતા બેનર્જી માટે આ ઘટના એક મુશ્કેલ સવાલો ઊભા કરી રહી છે કે શું આ મુદ્દો તેમની રાજકીય શક્તિઓને અસર કરશે?

TMCના નેતાઓનું મૌન અને મહુઆ મોઇત્રાનો પ્રતિસાદ

2011માં મુખ્યમંત્રી બન્યા બાદ, આ પહેલીવાર છે જ્યારે TMCના વડાએ રાજ્ય પોલીસ દળની ખામીઓને જાહેરમાં સ્વીકારવી પડી હતી. TMCના નેતાઓએ આ મુદ્દે મૌન રાખ્યું છે, જ્યારે મહુઆ મોઇત્રાએ આ કેસ પર માત્ર એક જ ટ્વીટ કર્યું છે, તે પણ ચારેબાજુ ટીકા બાદ કરવામાં આવ્યું છે.

ભાજપની રાજીનામાની માગણી

કોલકાતા પોલીસે રેપ કેસની ઘટના પર યોગ્ય રીતે કામગીરી નહીં કરવાના આરોપો સામે મમતા બેનર્જી તીવ્ર દબાણમાં છે. હવે વિપક્ષમાં બેઠેલી ભાજપ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહી છે, અને આ મુદ્દો રાજ્યના રાજકારણમાં એક મોટું પ્રશ્નચિન્હ ઉભું કરી રહ્યો છે.

તેમના મજબૂત સ્વભાવને પડકાર

મમતા બેનર્જી તેમના મજબૂત અને દ્રઢ સ્વભાવ માટે જાણીતા છે, ત્યારે આ વખતે તેમની સામે પડકાર ખુબ જ મોટો છે. હવે, મમતા બેનર્જી માટે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશે તે જોવું મહત્વનું રહેશે.

આ પણ વાંચો:  કોલકત્તાની હોસ્પિટલમાં તોડફોડ મામલે કુલ 12 આરોપી પોલીસના સકંજામાં

Tags :
Kolkata doctor murder caseKolkata doctor rape caseKolkata doctor rape-murderkolkata hospital protestskolkata hospital vandalisedKolkata Murder Casekolkata newsMamata Banerjeerg kar hospital rg kar hospital vandalised
Next Article