કોલકત્તાની હોસ્પિટલમાં તોડફોડ મામલે કુલ 12 આરોપી પોલીસના સકંજામાં
Doctors એ વહીવટી વિભાગની સામે આવીને રોષ પ્રગટ કર્યો
હત્યાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે
વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક કલમ હેઠળ કેસ દાખલ
RG Kar Hospital: આજરોજ Kolkata ની RG Kar Hospital અને હોસ્પિટલમાં તોડફોડના કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેથી પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. 22 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે RG Kar Hospital ના ઈમરજન્સી વોર્ડમાં તોડફોડની ઘટના બાદ Doctors માં રોષ જોવા મળી રહ્યો છે.
હત્યાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે
કોલકત્તામાં Doctors એ વહીવટી વિભાગની સામે આવીને રોષ પ્રગટ કર્યો હતો. Doctors એ હોસ્પિટલમાં તોડફોડ અંગે સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ ઉપરાંત હોસ્પિટલની નર્સોએ પણ વિરોધ કર્યો હતો. તો Kolkata પોલીસે કહ્યું કે, 31 વર્ષીય મહિલા ડૉક્ટરની નિર્દયતા અને હત્યાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે વિરોધ પ્રદર્શનની આડમાં બુધવારે મોડી રાત્રે આશરે 40-50 લોકોના ટોળાએ હોસ્પિટલ પરિસરમાં ઘૂસીને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોલકત્તાની તબીબ જેવી ઘટના મહિલા નર્સ સાથે જોવા મળી
3 વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક કલમ હેઠળ કેસ દાખલ
Kolkata પોલીસના જણાવ્યા અનુસાર, આરજી કાર હોસ્પિટલ પર હુમલાના સંબંધમાં Kolkata ના 3 વિભિન્ન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પહેલો કેસ ઉલ્ટાડાંગા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 191(2)/191(3)/190/189(5)/195/132/121(1)/109/324(5), PDPP એક્ટની કલમ 3 અને જાહેર જનતા માટે વ્યવસ્થા કલમ 9 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ નોંધાયેલ છે. બીજા પોલીસ સ્ટેશનની અંદર પશ્ચિમ બંગાળ મેઈન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટની કલમ, પશ્ચિમ બંગાળ મેડિકલ સર્વિસ પર્સન્સ એન્ડ મેડિકલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂશન્સ એક્ટ 2009 ની કલમ 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રીજો કેસ શ્યામપુકુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Agni Missile ના જનેતા Dr Ram Narain Agarwal નું થયું નિધન