ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Mandir: જાણો... રામ મંદિરના નિર્માણમાં કોણ મુખ્ય આર્કિટેક રહ્યાં છે ?

અયોધ્યોના રામ મંદિરની સંરચના ગુજરાતના સલાત સમુદાયે કરી  22 જાન્યુઆરી, 2024 ના રોજ ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. તેની સાથે ઉદ્ઘાટન...
08:36 AM Dec 23, 2023 IST | Aviraj Bagda

અયોધ્યોના રામ મંદિરની સંરચના ગુજરાતના સલાત સમુદાયે કરી 

22 જાન્યુઆરી, 2024 ના રોજ ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. તેની સાથે ઉદ્ઘાટન પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ સંપ્રદાયોના લગભગ 4,000 સંતો સાથે લગભગ 8,000 લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, સોમપુરા પરિવારે મંદિરની રચના તૈયાર કરી હતી. આ પરિવાર પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. સોમપુરાએ સદીઓથી વિશ્વભરમાં 200 થી વધુ મંદિરોની રચના કરી છે, જેમાં પ્રખ્યાત સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે.

ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ

ચંદ્રકાંત સોમપુરા અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ છે. તેમના દાદા પ્રભાશંકર ઓગડભાઈ નગર શૈલીના મંદિરોના અગ્રણી ડિઝાઇનરોમાંના એક હતા. જેમણે આધુનિક સોમનાથ મંદિરની રચના અને નિર્માણ કર્યું હતું. ચંદ્રકાંત એવા પરિવારમાંથી આવે છે જેણે ભારતમાં 200 થી વધુ સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કર્યા છે.

ચંદ્રકાંત સોમપુરાએ સંરચના માટે જમીનની માપણી પગથી કરી હતી

લગભગ 32 વર્ષ પહેલા વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ વડા અશોક સિંઘલે અયોધ્યામાં રામ મંદિર માટે ડિઝાઇન લાવવા માટે બિરલા પરિવાર દ્વારા ચંદ્રકાંત સોમપુરાનો સંપર્ક કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, તે સમયે જ્યારે તેઓ અયોધ્યામાં જમીનની તપાસ કરવા ગયા હતા, ત્યારે તેઓ એક ભક્ત તરીકે ગયા હતા અને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે તેમણે તેમના પગથી જમીનની માપણી કરવી પડી હતી.

આ પણ વાંચો: કેમ ફ્રાંસમાં 300 મુસાફરો સાથે ભારતીય પ્લેનની અટકાયત કરાઈ ?

Tags :
ArchitectureAyodhyaayodhyarammandirGujaratFirstram
Next Article