Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDIA Bloc Meeting: જાણો... ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક ક્યાં અને ક્યારે યોજાશે ?

ઈન્ડિયા એલાયન્સે જાહેર કરી આગામી બેઢકની માહિતી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જાહેર કર્યું છે કે વિપક્ષના ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક મંગળવાર 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યાથી યોજાશે. જો કે ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક બિહારના મુખ્ય પ્રધાન...
india bloc meeting  જાણો    ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક ક્યાં અને ક્યારે યોજાશે

ઈન્ડિયા એલાયન્સે જાહેર કરી આગામી બેઢકની માહિતી

Advertisement

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જાહેર કર્યું છે કે વિપક્ષના ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક મંગળવાર 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યાથી યોજાશે. જો કે ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિતના ગઠબંધનના ટોચના નેતાઓના નિર્ણયને પગલે બેઠક 17 ડિસેમ્બર સુધી મોફૂક રાખવામાં આવી હતી.

ક્યા કારણોસર કોંગ્રેસને ચાર રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો

Advertisement

જો કે કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર પછી 6 ડિસેમ્બરે બેઠક બોલાવી હતી. 3 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, બેઠકમાં પક્ષો એકતા થીમ સાથે આગળ વધી રહ્યા છે - તે સૂત્ર 'હું નહીં, અમે' તરીકે જાણાય છે. આગામી સામાન્ય ચૂંટણીઓ. હકારાત્મક એજન્ડા સાથે આગળ આવવું પડશે. તેથી આ બેઠક દરમિયાન દરેક પક્ષો બેઠકોની વહેંચણીની યોજના બનાવશે, સંયુક્ત ચૂંટણી રેલીઓનું આયોજન કરશે અને તેમના માટે એક સામાન્ય કાર્યક્રમ તૈયાર કરશે.

Advertisement

કઈ વ્યૂહરચના બેઠકમાં તૈયાર કરવામાં આવશે

તે સહિત ઈન્ડિયા એલાયન્સનું વિપક્ષી ગઠબંધન જાતિની વસ્તી ગણતરી, MSP ની કાનૂની ગેરંટી અને કામદારો માટે સામાજિક સુરક્ષાના મુદ્દાઓને આગળ વધારી શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં પ્રભુત્વ ધરાવતા મુદ્દાઓમાં આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય સરમુખત્યારવાદ ઉપરાંત મોંઘવારી જેવા વિવિધ મુદ્દા છે જેને લઈને લોકસભા ચૂંટણી માટે માપદંડો તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ગોગામેડીના 3 આરોપીઓની થઈ ધરપકડ… હવે મુખ્ય સૂત્રધારને પકડવાની તૈયારીઓ શરું

Tags :
Advertisement

.