Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IAS બનવા માંગતા Prakashsingh Badal કેવી રીતે બન્યા Politician

પંજાબની રાજનીતિની વાત આવે ત્યારે શિરોમણી અકાલી દળ અને પ્રકાશસિંહ બાદલનો લોપ થઈ જ શકે નહી. પંજાબના મુક્તસર જિલ્લાની લાંબી વિધાનસભા સીટ પરથી તે વર્ષ 1997 થી સતત 5 ટર્મ સુધી ચૂંટણી જીતતા રહ્યાં આ સીટ પર બાદલનો સિક્કો ચાલતો...
ias બનવા માંગતા prakashsingh badal કેવી રીતે બન્યા politician

પંજાબની રાજનીતિની વાત આવે ત્યારે શિરોમણી અકાલી દળ અને પ્રકાશસિંહ બાદલનો લોપ થઈ જ શકે નહી. પંજાબના મુક્તસર જિલ્લાની લાંબી વિધાનસભા સીટ પરથી તે વર્ષ 1997 થી સતત 5 ટર્મ સુધી ચૂંટણી જીતતા રહ્યાં આ સીટ પર બાદલનો સિક્કો ચાલતો અને આ કારણે જ તેમને પંજાબની રાજનીતિના કિંગ માનવામાં આવતા હતા. આજે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. પ્રકાશ સિંહ બાદલ દેશના એવા રાજકારણી છે જેમણે ગુલામીનો યુગ, ભારતની આઝાદી જોઈ અને સ્વતંત્ર ભારતની રાજનીતિના ભાગ પણ બન્યા.

Advertisement

સરપંચથી CM સુધીની રાજકિય સફર
માત્ર 20 વર્ષની ઉંમરે વર્ષ 1947માં તેઓ સરપંચની ચૂંટણી જીતીને રાજનીતિમાં એન્ટ્રી મારી હતી. તેઓ IAS ઓફિસર બનાવા માંગતા હતા પરંતુ અકાલી નેતા જ્ઞાની કરતારસિંહથી પ્રભાવિત થઈ તેઓ રાજનીતિમાં આવ્યા પછી પાછળ વળીને જોયું નહીં. 1957માં પ્રથમ વખત તેઓ પંજાબ વિધાનસભામાં ચૂંટાયા અને ત્યાર બાદ 1969માં પ્રકાશ સિંહ બાદલ ફરી એકવાર વિધાનસભામાં ચૂંટાયા હતા.

પ્રકાશસિંહ બાદલના નામે વિશિષ્ટ રેકોર્ડ
તેઓ રેકોર્ડ 5 વખત રાજ્યના મુખ્યમંત્રી હતા અને 10 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. બાદલે રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે 1970માં પ્રથમ વખત શપથ લીધા હતા. આ પછી, 1977 માં, તેઓ રાજ્યના 19મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેમની પાસે એક વિશિષ્ટ રેકોર્ડ છે. પંજાબના સૌથી યુવાન મુખ્યમંત્રી અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રીનો રેકોર્ડ તેમના નામે છે.

Advertisement

દેશની કેન્દ્રીય રાજનીતિમાં પણ રહ્યાં
પ્રકાશસિંહ બાદલ 1996 થી 2008 સુધી અકાલી દળના અધ્યક્ષ પણ હતા. તેમણે પંજાબમાંથી જ રાજકારણ કર્યું, પરંતુ વર્ષ 1977માં કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકારમાં લગભગ અઢી મહિના સુધી તેઓ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પણ હતા.

આ પણ વાંચો : પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન

Advertisement

Tags :
Advertisement

.