Kasganj Accident : મોતનો આંકડો વધીને 24 થયો, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Kasganj Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટી દૂર્ઘટના ઘટી છે આ અવસર પર ગંગા સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુએ ગંગા તટ પર ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. પરંતુ આ વચ્ચે કાસગંજમાં ગંગા સ્નાન કરવા જતી ટ્રેક્ટર ટ્રોલીનો ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.જેમાં 24 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.શ્રદ્ધાળુંઓથી ભરેલી એક હાઈસ્પીડ ટ્રેક્ટર ટ્રોલી કાબૂ બહાર જઈને રસ્તાની બાજુના તળાવમાં પલટી ગઈ હતી . આ સાથે આ દૂર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
ઘાયલોને ખસેડાયા સારવાર અર્થે
ઘટનાના ગ્રામજનો દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક શ્રદ્ધાળુઓને મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ખૂબ દુઃખદ અને હૃદયદ્વાવક ઘટના- પીએમ મોદી
PM મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ એ ટ્વિટ કરતા જણાવ્યું કે ખૂબ હૃદયદ્રાવક ઘટના છે. ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પડી જતાં જે દુર્ઘટના સર્જાઈ છે તે દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે
સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજમાં થયેલા ગંભીર અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ તેઓએ ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.સીએમ યોગીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની સૂચના આપી છે.
આ પણ વાંચો -KASGANJ ACCIDENT: શ્રદ્ધાળુંઓને કાળ ભરખી ગયો! તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટાતા 15ના મોત, 30 ઘાયલ