Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka High Court એ ભારત માતા કી જયના નારા પર આપ્યો ચોંકાવનરો આદેશ!

પાંચ આરોપીઓ પર પોલીસે આ વર્ષે જૂનમાં ગુનો નોંધ્યો ભારત અને ભારત વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે IPC ની કલમ 153A ના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે Karnataka High Court About Bharat Mata Ki Jai : Karnataka High Court એ...
karnataka high court એ ભારત માતા કી જયના નારા પર આપ્યો ચોંકાવનરો આદેશ
  • પાંચ આરોપીઓ પર પોલીસે આ વર્ષે જૂનમાં ગુનો નોંધ્યો
  • ભારત અને ભારત વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે
  • IPC ની કલમ 153A ના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે

Karnataka High Court About Bharat Mata Ki Jai : Karnataka High Court એ તાજેતરમાં IPC ની કલમ 153A હેઠળ પાંચ લોકો સામે દાખલ કરવામાં આવેલા કેસને રદ કરવાનો આદેશ આપ્યો હતો. Karnataka High Court એ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ભારત માતા કી જયના નારા લગાવવા એ નફરત સ્વરૂપે ભાષણ નથી અને આ નારા કોઈપણ ધર્મો વચ્ચે નફરત ફેલાવાને લઈ માન્ય ગણવામાં આવશે નહીં.

Advertisement

પાંચ આરોપીઓ પર પોલીસે આ વર્ષે જૂનમાં ગુનો નોંધ્યો

Justice M Nagaprasanna એ દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતા જાળવવા માટેના કેસમાં ધરપકડ કરેલા 5 આરોપીઓને રાહત આપી છે. તે ઉપરાંત Karnataka High Court એ FIR ને પણ રદ કરવાનો આદેશ ફટકાર્યો છે. તે ઉપરાંત Justice M Nagaprasanna એ ભારત માતા કી જયના નારાને લઈ કોઈપણ તપાસન નહીં કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે. જોકે કર્ણાટકના ઉલ્લાલ તાલુકાના પાંચ આરોપીઓ પર પોલીસે આ વર્ષે જૂનમાં ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: Delhi : 'બધું હવામાં છે', દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ નારાજ, CAQM ને લગાવી ફટકાર

Advertisement

ભારત અને ભારત વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે

અરજીકર્તાઓ 9 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતાં. ત્યારે લોકોના એક જૂથે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલો છરી વડે કર્યો હતો, કારણ કે તેઓ "ભારત માતા કી જય" ના નારા લગાવી રહ્યા હતાં. ત્યારબાદ અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ બીજા દિવસે તેમની સામે IPC ની કલમ 153A સહિતની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી. જે ધર્મ, જાતિ અને જન્મસ્થળના આધારે વિવિધ જૂથો સામે ભેદભાવની જોગવાઈ કરે છે. અને ભારત અને ભારત વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે.

Advertisement

IPC ની કલમ 153A ના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે

Karnataka High Court એ કહ્યું હતું કે, કલમ 153A મુજબ વિવિધ ધર્મો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું એ ગુનો છે. હાલનો કેસ IPC ની કલમ 153A ના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આ અરજીકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આ વળતો હુમલો છે. બચાવ પક્ષનું કહેવું છે કે અરજદારો ભારત માતાના નારા લગાવી રહ્યા હતા અને ફરિયાદી અને અન્યોની સુરક્ષાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી, કોર્ટે અરજદારો સામેની FIR રદ કરી. અરજદારો તરફથી વરિષ્ઠ એડવોકેટ એમ અરુણા શ્યામ અને એડવોકેટ સુયોગ હેરાલે હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો: Assam : શિવસાગરનું ઐતિહાસિક "રંગ ઘર", ઓહમ સામ્રાજ્યની વારસાની સુંદરતા Video

Tags :
Advertisement

.