Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી નહી બનવાને લીધે DK Shivakumar નું છલકાયું દર્દ, સમર્થકોને કહી આ વાત

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે (DK Shivakumar) પદ સંભાળ્યા બાદ શનિવારે પહેલીવાર તેમના મતવિસ્તાર કનકપુરાની મુલાકાત લીધી હતી. અહીં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વાગતથી અભિભૂત થયેલા શિવકુમારે તેમના સમર્થકોને કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન...
મુખ્યમંત્રી નહી બનવાને લીધે dk shivakumar નું છલકાયું દર્દ  સમર્થકોને કહી આ વાત

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે (DK Shivakumar) પદ સંભાળ્યા બાદ શનિવારે પહેલીવાર તેમના મતવિસ્તાર કનકપુરાની મુલાકાત લીધી હતી. અહીં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વાગતથી અભિભૂત થયેલા શિવકુમારે તેમના સમર્થકોને કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારના સભ્યોની સલાહને પગલે તેમણે મુખ્યમંત્રી પદ માટેનો તેમનો દાવો છોડવો પડ્યો હતો.

Advertisement

સમર્થકો સાથે દિલ ખોલીને કરી વાતો

શનિવારે પોતાના સમર્થકોને સંબોધતા શિવકુમારે કહ્યું, 'તમે મને મુખ્યમંત્રી બનાવવા માટે ભરીભરીને વોટ આપ્યો, પરંતુ શું કરવું? નિર્ણય લેવાયો હતો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મને કેટલીક સલાહ આપી. તેના શબ્દો સામે મારે માથું નમાવવું પડ્યું. હવે મારે ધીરજપૂર્વક રાહ જોવી પડશે પણ તમારી ઈચ્છા ગમે તે હોય, તે વ્યર્થ નહીં જાય, આપણે ધીરજ રાખવી જોઈએ. હું તમને આ સમયે માત્ર આટલું જ કહેવા માંગુ છું.

Advertisement

કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે હતા દાવેદાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળ્યા બાદ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને નવી દિલ્હી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરતી વખતે હાઈકમાન્ડ સાથે ઘણી બેઠકો કરી. જોકે, અનેક ચર્ચા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામ પર મંજૂરીની મહોર લગાવી હતી. જે પછી KPCC પ્રમુખ ડીકે શિવકુમારને ડેપ્યુટી મુખ્યમંત્રીના પદ માટે સમાધાન કરવું પડ્યું હતું.

Advertisement

ક્યારે હાર્યા નથી શિવકુમાર

ઉલ્લેખનીય છે કે, 15 મે 1962ના રોજ કર્ણાટકમાં જન્મેલા ડીકે શિવકુમાર 1980ના દાયકાની શરૂઆતમાં વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ધીમે ધીમે કોંગ્રેસ પક્ષની હરોળમાં આગળ વધ્યા. તેઓ 1989, 1994, 1999 અને 2004માં સતત ચાર વખત સથાનુર બેઠક પરથી જીત્યા હતા. તેઓ 2008થી કનકપુરાથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ ક્યારેય હાર્યાં નથી.

આ પણ વાંચો : ODISHA TRAIN ACCIDENT સર્જાવા પાછળનું સાચું કારણ સામે આવ્યું, જાણો શું કહ્યું રેલમંત્રીએ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.