ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kanhaiya Kumar Gets Slapped: પ્રચાર દરમિયાન યુવકોએ કન્હૈયા કુમાર પર હુમલો કરી મારી થપ્પડ

Kanhaiya Kumar Gets Slapped: હાલમાં, કોંગ્રેસ (Congress) યુવા નેતા કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) દિલ્હી (Delhi) માં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે પ્રચાર દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ચર્ચા કરવામાં આવી રહી...
10:52 PM May 17, 2024 IST | Aviraj Bagda
Kanhaiya Kumar Gets Slapped At Delhi

Kanhaiya Kumar Gets Slapped: હાલમાં, કોંગ્રેસ (Congress) યુવા નેતા કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) દિલ્હી (Delhi) માં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે પ્રચાર દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અને INDIA Alliance ના ઉમેદવાર Kanhaiya Kumar સાથે મારપીટનો બનાવ બન્યો છે. Kanhaiya Kumar ને માળા પહેરાવવાના બહાને આવેલા યુવકે તેમને થપ્પડ મારી હતી. આ પછી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના ઉત્તર પૂર્વ Delhi ના ઉસ્માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરતાર નગરમાં બની હતી. આ દરમિયાન AAP ની મહિલા કાઉન્સિલર (Women Counselor) છાયા શર્મા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. Women Counselo પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસ નેતાને હાર પહેરાવાના બહાને થપ્પડ મારી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવક Kanhaiya Kumar ની નજીક આવે છે અને પહેલા તેમને હાર પહેરાવે છે, ત્યારબાદ તે Kanhaiya Kumar પર હુમલો કરે છે. જોકે, ભીડમાં હાજર કન્હૈયા કુમારના સમર્થકોએ તરત જ યુવકને પકડી પાડ્યો હતો. AAP કાઉન્સિલર છાયા શર્માએ તેમની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગે સત્યનારાયણ ભવન કાઉન્સિલરની ઓફિસ નજીક એક યુવકે યુવા નેતા Kanhaiya Kumar ને થપ્પડ મારી હતી.

આ પણ વાંચો: Swati Maliwal Case : AAP એ મૌન તોડ્યું, આતિશીએ કહ્યું- આ બધું ભાજપનું કાવતરું…

અમે ભારતીય સૈનિકોના અપમાનનો બદલો લીધો છે

તે ઉપરાંત AAP Women Counselor છાયા શર્માના પતિને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. પ્રચારમાં 30 થી 40 લોકો પર કાળી શાહી ફેંકવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઈજા થઈ હતી. આરોપીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બંને આરોપીઓ કહી રહ્યા છે કે 'જે કોઈ દેશના ટુકડા કરવાની વાત કરશે તેની સાથે આવો વ્યવહાર કરીશું. અમે એક દાખલો બેસાડ્યો છે કે જે કોઈ ભારતીય સેનાનું અપમાન કરશે તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે, અમે ભારતીય સૈનિકોના અપમાનનો બદલો લીધો છે. વીડિયોમાં બંને આરોપીઓ એવું પણ કહી રહ્યા છે કે અમારે કોઈ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી, અમે કોઈ સંસ્થાના ઈશારે આ કામ કર્યું નથી.

આ પણ વાંચો: Accident : ભરતપુરમાં UP રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, પાંચનાં મોત, અનેક ઘાયલ…

સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે

AAP Women Counselor છાયા શર્માની ફરિયાદ પર ઉત્તર પૂર્વ જિલ્લા પોલીસે કહ્યું કે અમે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત જે લોકો સ્થળ પર હાજર હતા તેમના નિવેદનો નોંધવામાં આવશે. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તમામ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે કે શરૂઆતમાં વીડિયો શૂટ કરનારા લોકો કોણ હતા અને તેઓને તેના વિશે ખબર હતી કે કેમ. આ અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Delhi : IGI એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનમાં લાગી આગ…

Tags :
AAPCongressDelhiKanhaiya KumarslappedWomen Counselor
Next Article