જો રામ કો લાયે હૈ.... ના ગીતકાર કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જવાની ઈચ્છા પર જનતાની માગી માફી
- કન્હૈયા મિત્તલનો વળાંક: કોંગ્રેસમાં ન જવાનો નિર્ણય
- કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા પર કન્હૈયા મિત્તલનો U-Turn
- 'ભાજપનો પ્રેમ' જોઈને કન્હૈયા મિત્તલનો કૉંગ્રેસ છોડવાનો નિર્ણય
- 'રામના હતા, રામના રહીશું': કન્હૈયા મિત્તલનો નવો સંકલ્પ
લોકસભા 2024 ની ચૂંટણી પહેલા એક ગીત સૌ કોઇના મુખ પર હતું કે, 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેગે'. આ ગીતથી પ્રખ્યાત થયેલા ગીતકાર કન્હૈયા મિત્તલ (Kanhaiya Mittal) સોમવારે કોંગ્રેસ (Congress) માં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ હવે સમાચાર મળી રહ્યા છે કે, તેમણે પોતાની આ ઇચ્છાને વળાંક આપી દીધો છે. જીહા, સતત થઇ રહેલી ટીકાને કારણે તેમણે હવે કોંગ્રેસ (Congress) માં ન જવાનો નિર્ણય લીધો છે. જેને લઇને કન્હૈયા મિત્તલે એક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) માં શેર કર્યો છે.
વીડિયોમાં માગી માફી
કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા છોડી દીધી છે. તેમણે આ વિચાર માટે માફી માંગતી વખતે આ વાત કહી છે. ભાજપનો આભાર માનતા મિત્તલે એમ પણ કહ્યું કે તેમને ખબર ન હતી કે પાર્ટી નેતૃત્વ તેમને આટલો પ્રેમ કરે છે. કન્હૈયા મિત્તલે એક વીડિયો જાહેર કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે. તેમણે આ માટે એક કરતા વધુ વખત માફી માંગી છે. મિત્તલે કહ્યું કે, 'છેલ્લા બે દિવસથી મને અહેસાસ થયો છે કે મારા તમામ સનાતની ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને ભાજપની ટોચની નેતાગીરી મને કેટલો પ્રેમ અને મારી કેટલી કાળજી રાખે છે. હું જોઈ રહ્યો છું કે તમે બધા છેલ્લા બે દિવસથી મુશ્કેલીમાં છો, મને માફ કરજો.
ભાજપના ટોચના નેતૃત્વનો માન્યો આભાર
અને હું કોંગ્રેસ (Congress) માં જોડાવા માંગતો હતો પણ હવે હું મારો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું. કન્હૈયાએ વધુમાં કહ્યું કે, 'હું નથી ઈચ્છતો કે કોઈ સનાતનીનો ભરોસો તૂટી જાય. જો હું આજે તોડીશ તો ખબર નથી બીજા કેટલા તૂટશે. આપણે બધા સાથે મળીને રામના હતા, રામના છીએ અને હંમેશા રામના જ રહીશું. ફરીથી, હું તમારા બધાની માફી માંગુ છું. તમે બધા પરેશાન છો, પોતાના જ પરેશાન હોય છે. મને લાગ્યું કે મારો અભિપ્રાય ખોટો હતો, હું તેને પાછો લઉં છું. તમે આ રીતે જોડાયેલા રહો અને દેશની સેવા કરતા રહો. ફરી એકવાર હું ભાજપના ટોચના નેતૃત્વનો આભાર માનું છું.
કન્હૈયા મિત્તલ યુપી CM ના મોટા ફેન
ઉલ્લેખનીય છે કે, મૂળ હરિયાણાના કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવાની વાત કરી હતી. તેઓ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા. એવું માનવામાં આવે છે કે તેમને વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની આશા હતી, પરંતુ જ્યારે એવું ન થયું ત્યારે તેમણે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાનો પ્રયાસ કર્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમણે કોંગ્રેસ સાથે કોઈ વાતચીત કરી હતી કે નહીં અથવા કેટલી હદે થઈ હતી. કન્હૈયા મિત્તલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોટા ફેન છે. તેમનું ગીત એક રીતે ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારની થીમ બની ગયું હતું. આવી સ્થિતિમાં કન્હૈયાના કોંગ્રેસમાં જોડાવાના સમાચાર સામે આવતાં જ અનેક ચર્ચાઓ થવા લાગી હતી. આને ભાજપ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Kanpur : ટ્રેન અકસ્માતના કાવતરામાં થયો મોટો ખુલાસો, આ મોટા આતંકી સંગઠનનો હાથ!