J&K Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ રાજનાથ સિંહનું મોટું નિવેદન
- પહેલગામમાં થયેલા હુમલાની રાજનાથ સિંહનું નિવેદન
- હવે એવું કરશું કે દુનિયા જોતી રહેશે
- ભારત ટુંક સમયમાં હુમલાનો જવાબ આપશે
J&K Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની(J&K Pahalgam Attack) ઘટનામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની ગુંજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ તમામની વચ્ચે રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ પણ દુઃખ વલ્યક્ત કર્યું છે. ભારત દેશના લોકોએ પાકિસ્તાન પર હુમલો કરવાની માંગ ઉઠાવી છે. આ તમામની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું (rajnath singh
) નિવેદન સામે આવ્યું છે.
હવે એવું કરશું કે દુનિયા જોતી રહેશે: રાજનાથ સિંહ
હુમલા બાદ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલામાં શામેલ એક પણ આતંકવાદીને છોડવામાં આવસે નહીં, હવે એવું કરશું કે દુનિયા જોતી રહેશે. ભારત ટુંક સમયમાં હુમલાનો જવાબ આપશે.
આ પણ વાંચો -Pahalgam Terrorist Attack બાદ પાકિસ્તાનમાં ફફડાટ,પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર
સરકાર દરેક જરૂરી પગલાં લેશે :રાજનાથ સિંહ
દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "આપણે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. આ આતંકવાદી હુમલાના ગુનેગારોની સાથે, તેની પાછળ છુપાયેલા લોકોને પણ પકડવામાં આવશે. હું દેશને ખાતરી આપવા માંગુ છું કે યોગ્ય અને સ્પષ્ટ જવાબ આપવામાં આવશે.રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે તેના પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી
ચોક્કસ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો હતો : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું છે કે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું- "આ હુમલામાં, આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે.આ અત્યંત અમાનવીય કૃત્યથી આપણે બધા ઊંડા શોક અને પીડામાં ડૂબી ગયા છીએ. સૌ પ્રથમ, હું તે બધા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.આ દુઃખદ સમયમાં, હું ભગવાનને મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું."